દયાપર (તા. લખપત), તા. 24 : લખપત તાલુકાના
મુખ્ય મથક દયાપર ખાતે સિંચાઈ વિભાગ દ્વારા ચાલતા તળવા સુધારણાં કામમાં આક્ષેપને પગલે
અરજદારની રજૂઆતથી રાજકોટથી ગુણવત્તા નિયંત્રણ વિભાગની ટીમે આવી દયાપર અને ખટિયા કામનું
નિરીક્ષણ કર્યું હતું. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ દ્વારા કરાયેલી અરજી બાદ
ટીમ દ્વારા તળાવનું માપ લેવાયું હતું. ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિએ ઠેકેદારનાં કામને
સમર્થન આપતાં કહ્યું હતું કે, તળાવ
પરના પુલનાં કામમાં ગેરરીતિ બાબતે કોઈ ધ્યાન અપાતું નથી. ઠેકેદારના સમર્થનમાં અગ્રણીઓ
સાથે ગ્રા.પં. સરપંચ પ્રતિનિધિ પણ જોડાયા હતા. સિંચાઈ વિભાગના અધિકારી શ્રી મેઘાણીએ
કામની યોગ્ય તપાસ થશે, રાજકોટથી આવેલી ટીમ તપાસ કરી રહી છે તેમ
જણાવ્યું હતું. 25 લાખના કામમાં
ખાણેત્રંyં થયું હોવાની ફરિયાદ બાદ તંત્ર દ્વારા
કામમાં તપાસ હાથ ધરી જવાબદાર તત્ત્વો સામે પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું.