• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ચેક પરતના કેસમાં રવાપરના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 24 : ચેક પરત ફરવાના કેસમાં નખત્રાણા તાલુકાનાં રવાપરના આરોપી મનોજ મોહનલાલ શાહને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. આ કેસની ટૂંક વિગતો મુજબ રવાપરના બારમેડા વિશાલ રવજીભાઈ પાસેથી મિત્રતાના સંબંધે આરોપી મનોજ મોહનલાલ શાહ (રહે. મહાકાળી શેરી, રવાપર-નખત્રાણા)એ રૂપિયા 50 હજાર હાથઉછીના લીધા હતા. લેણી રકમ ચૂકવવા આરોપીએ ફરિયાદી વિશાલભાઈને રૂપિયા 15000, 15000 તથા 20000ના ત્રણ ચેક આપ્યા હતા, જે પરત ફરતાં દાખલ થયેલા કેસમાં નખત્રાણાના અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા દંડ રૂા. 50000 વળતર પેટે ફરિયાદીને એક માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવે, તો વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ નિકેશ મોહનભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

Panchang

dd