ભુજ, તા. 24 : મુંદરા તાલુકાના નાની તુંબડીમાં
30 વર્ષીય પરિણીતા અફસાના અસ્લમ
સમેજાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો, જ્યારે અબડાસા તાલુકાના ધનાવાડામાં બાવન વર્ષીય આધેડ મહિલા ચાગબાઈ ધીરજી મહેશ્વરીએ
એસિડ ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. આજે પ્રાગપર પોલીસ મથકે નાની તુંબડીના ગફુર રમજુ
સમેજાએ જાહેર કરેલી વિગતો મુજબ આજે સવારે તેનો નાનો ભાઈ અસ્લમ મજૂરીકામે બહાર નીકળી
ગયા બાદ થોડીવારમાં તેની પત્ની અફસાનાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરી
વડે ગળેફાંસો ખાઈ લેતાં તેણે તથા નાના છોકરાઓએ રાડા-રાડ કરતાં અમે અસ્લમના ઘરે દોડી
જતાં અફસાના તરફડિયા ખાતી હતી અને તેને સારવાર અર્થે તુરંત ભુજપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતાં ફરજ પરના તબીબે
મૃત જાહેર કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ
અબડાસા તાલુકાના ધનાવાડા ગામે ચાગબાઈ મહેશ્વરીએ ગત તા. 22/8ના વહેલી સવારે કોઈ અગમ્ય કારણે
પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતાં તેનું મોત નીપજ્યાની વિગતો કોઠારા પોલીસ મથકે જાહેર
થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી
હાથ ધરી હતી.