• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

ખો-ખોની સ્પર્ધામાં લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન

ભુજ, તા. 24  :  હરિપરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સૂરજ શિક્ષણધામની દીકરીઓએ રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરી જિલ્લાકક્ષાએ યોજાયેલી ખો-ખોની રમતમાં અદભૂત સિદ્ધિ હાંસલ કરી ચેમ્પિયન બની હતી. શાળાકીય આ સ્પર્ધામાં અંડર-17, 19 કેટેગરીમાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક અને અંડર-14માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા અને સંસ્થા પરિવારને ગૌરવ અપાવ્યું છે. આ રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર દીકરીઓને માર્ગદર્શન વૃતિક્ષાબેન રાઘવાણી, દિપીકાબેન વાળા, સંધ્યાબેન પરમાર, ખુશ્બુબેન પરમારે આપ્યું હતું. દિકરીઓમાં શિસ્ત, એકતા, એકાગ્રતા જેવા ગુણો વિકસે તે માટે તેમણે દિવસ રાત સખત મહેનત કરાવીને સજ્જ કરી હતી. ખોખોમાં અંડર-17માં સિદ્ધિ હાંસલ કરનારી દીકરીઓમાં પ્રિતીશા પ્રવિણ હીરાણી, નિયતી ભરત શિયાણી, અંકિતા કમલેશ વેકરિયા, રિયાબેન માવજી વેકરિયા, ખુશી અનીલકુમાર હીરાણી, અંજુ ધનજી ભંડેરી, તેજસ્વી ખીમજી વેકરિયા, તન્વી રામજી પિંડોરિયા, હર્ષિદા હરજી કેરાઈ, નિયતી જાદવજી ગાજપરિયા, પ્રિયાંશી પ્રવિણભાઈ વાઘજિયાણી, હેતસ્વી જેઠાલાલ ગોંડરિયા. જ્યારે અંડર-19માં શ્રેષ્ઠ દેખાવ કરનારી દિલશી બિપિનકુમાર હીરાણી, ટીશા હરિલાલ ભૂડિયા, સુનિતા કિશોરભાઈ વરસાણી, પ્રિયંકા નીલેશ હીરાણી, ભકિત હરજી કેરાઈ, ઈશા વિનોદકુમાર કેરાઈ, જાનવી નાનજીભાઈ કેરાઈ, નેહલ ભરત વાઘાણી, ઉર્વિ ભરત હીરાણી, યશ્વી કિશોર ભુવા, ક્રિષ્ના દિનેશ હાલાઈ, ધ્રુતિ દિનેશ ભુવા રહી હતી. તો અંડર-14 જિક્ષા વિનોદ કેરાઈ, ખુશી રમેશ ભુવા, સ્નેહા દિનેશ હીરાણી, જાન્વી જીતેશ વેકરિયા, હર્ષની રમેશ પાંચાણી, સ્નેહા હરીશ પાધરા, ધ્રુવી મનસુખ વરસાણી, શ્રેયા રાજેશ વેકરિયા, ધ્રુવી ભરત ખેતાણી, સ્નેહલ દિનેશ હીરાણી, પ્રાર્થના અરાવિંદ વેકરિયા, હસ્તી કાનજી હાલાઈ વિજેતા થયા હતા. આ વિજેતા દીકરીઓને સંસ્થા પરિવારે અભિનંદન પાઠવી રાજ્યકક્ષાના રમતોત્સવમાં કચ્છનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, સમાજના વડીલો, ટ્રસ્ટી કાંતાબેન વેકરિયા, કસ્તુરબેન વેકરિયા, નીતાબેન વેકરિયા, શાળાના આચાર્યા હેતલબેન ભુડિયા, ગૃહમાતા ખુશ્બુબેને આ સિદ્ધિને બિરદાવી હતી.

Panchang

dd