કોલંબો, તા. 24 : ધ્રુવ જુરેલે તેની સદીની ખાસ
અંદાજમાં ઉજવણી કરી હતી. જેના પર ભારતીય ચાહકો વારી ગયા હતા. ધ્રુવ જુરેલે સદી પૂરી
કર્યાં બાદ હવામાં મુક્કો મારી પોતાની ખુશી જાહેર કરી હતી. આ પછી હેલમેટ ઉતારી પોતાના
બાવડા પર બનાવેલ ટેટૂ બતાવ્યું હતું. જેના પર લખ્યું હતું જય જવાન જય કિસાન. ધ્રુવ
જુરેલના આ અંદાજ પર ભારતીય ચાહકો મોહી ગયા હતા. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ધ્રુવ જુરેલના
પિતા ભારતીય આર્મીમાં હતા અને કારગિલ યુદ્ધ લડી ચૂક્યા છે.