• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

પંતના બે રેકોર્ડ : ધોની અને ગિલક્રિસ્ટથી આગળ થયો

કોલંબો, તા. 24: શ્રીલંકા વિરુદ્ધ બીજી ટેસ્ટના પહેલા દિવસે રિટાયર્ડ હર્ટ થયા પછી બીજા દિવસે ક્રિઝ પર વાપસી કરનાર ભારતીય વિકેટકીપર ઋષભ પંતે 63 રનની આકર્ષક ઇનિંગ રમીને બે નવા રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ. એસ. ધોનીથી આગળ થયો છે.  પંત ભારત બહાર વિકેટકીપરનાં રૂપમાં સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. તેણે આ મામલે ધોનીને પાછળ રાખી દીધો છે. ધોનીના વિદેશમાં ટેસ્ટ ફોર્મેટમાં 2496 રન છે. પંતના ખાતામાં હવે 201 રન થયા છે અને ટોચ પર આવી ગયો છે. આ સૂચિમાં પંત-ધોની પછી ફારૂક એન્જિનિયર (1209), સૈયદ કિરમાણી (1109) અને કિરણ મોરે (901) છે.  આ ઉપરાંત પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટર્સની યાદીમાં ગિલક્રિસ્ટથી આગળ થઇને ત્રીજા સ્થાને આવી ગયો છે. તેના હવે 102 છગ્ગા થયા છે. ગિલક્રિસ્ટે તેની ટેસ્ટ કેરિયરમાં 100 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં બેન સ્ટોક્સ (138) પહેલા અને બ્રેંડન મેક્કયૂલમ (107) બીજા સ્થાને છે. પંતે તેની ટેસ્ટ કારકિર્દીમાં વિકેટકીપરના રૂપમાં 17મી વખત પ0 પ્લસ સ્કોર બનાવ્યો છે અને આ મામલે માર્ક બાઉચરથી આગળ થયો છે. આ યાદીમાં પહેલા નંબર પર ગિલક્રિસ્ટ (19) છે.

Panchang

dd