મુંબઇ, તા. 24 : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાની
હોસ્પિટલનાં એનઆઇસીયુમાં સોમવારે પરોઢે સાડા ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી. ત્રીજા
માળે લાગેલી આગમાં ત્રણ તાજાં જન્મેલાં બાળકોનાં કરુણ મોત થઇ ગયાં હતાં. મુખ્યમંત્રી
દેવેન્દ્ર ફડણવીસે આગની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું
કે, આ લાપરવાહી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી
કરાશે. જીવ ખોનાર નવજાત શિશુઓના પરિવારોને પાંચ-પાંચ લાખની સહાય આપવાનું એલાન મહારાષ્ટ્ર
સરકારે કર્યું હતું. મૃતક બાળકોના પરિવારજનોએ દાવો કર્યો હતો કે, આગ લાગ્યા બાદ વોટરસ્પ્રે સિસ્ટમ કામ કરી શકી નહોતી. તેમણે અગ્નિ સુરક્ષા વ્યવસ્થાની
તપાસની માંગ કરી હતી.