• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

સામખિયાળી : ધારાશાત્રીના ઘરમાંથી સાળાએ જ હાથ માર્યાનું ખુલ્યું

ગાંધીધામ, તા. 24 : ભચાઉના સામખિયાળીમાં બે મહિના પહેલાંના અરસામાં ધારાશાત્રીના ઘરમાંથી રૂા. 54,64,435ની મતાની ચોરી તેના સાળાએ જ કરી હોવાનું સપાટી પર આવ્યું છે. આ પ્રકરણમાં પોલીસે બે શખ્સને પકડી પાડયા છે. સામખિયાળીમાં શાંતિધામ વિસ્તાર ગાયત્રી કોમ્પ્લેક્ષની સામે રહેનાર ધારાશાત્રી નરેશ અજાભાઇ ચૌહાણના ઘરમાંથી ગત તા. 27/5થી 28/6 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં રૂા. 5,64,435ની મતાની ચોરી થઇ હતી. પોલીસે બનાવ અંગે તા. 19/8ના ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીના સાળા એવા ચેતન દેવજી મેરિયા તથા સચિન વેલા વરચંદની ધરપકડ કરી હતી. ચેતન પોતાના બનેવીને ત્યાં રોકાવા આવ્યો હતો ત્યારે તેણે આ હાથ માર્યો હતો અને પોતાના મિત્ર સચિન વરચંદ મારફતે વેચાણ કરાવી પોતાની જરૂરિયાતો માટે સામાન ખરીદી લીધું હોવાનું બહાર આવ્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd