• ગુરુવાર, 16 જુલાઈ, 2026

આયુર્વેદ, યોગ તથા નેચરોથેરાપીની સારવારથી નિદાન કરાય તો અસાધ્ય બીમારીનો જડમૂડથી નાશ કરી શકાય

ભુજ, તા. 15 : અહીંના ક.વી.ઓ. જૈન મહાજનના પ્રમુખ જિગર છેડાના માર્ગર્શન હેઠળ અમરસન્સ ભવન સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે અનશનવ્રતધારી જૈન સમાજત્ન તારાચંદભાઈ છેડાની 75મી જન્મજયંતી નિમિત્તે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન અને સારવારના કેમ્પનું આયોજન કરાયું હતું. સંસ્થાના ટ્રસ્ટી ગિરીશ છેડા, હંસાબેન તારાચંદભાઈ છેડા, સખીવૃંદના પ્રમુખ પ્રીતિબેન છેડા, વૈદ્ય ડે. પ્રતિક પંડયા, વિશ્વ હિન્દુ પરિષદના કૃષ્ણકાંત પંડયા વિગેરેના હસ્તે દીપ પ્રાગ્ટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે ગિરીશભાઈ છેડાએ જણાવ્યું હતું કે તારાચંદભાઈએ શરૂ કરેલી સેવાકીય પ્રવૃત્તિઓને વધુ ને વધુ આગળ વધારીને છેવાડાના માનવીને આરોગ્યની યોગ્ય સારવાર મળે તે માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરી સ્વસ્થ રાષ્ટ્ર  નિર્માણમાં યોગદાન આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ  દેવજીભાઈ વરચંદે સંસ્થા દ્વારા કરવામાં આવતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ કેમ્પમાં સેવા આપનાર વૈદ્ય ડો. પંડયા (આયુર્વેદાચાર્યે)એ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ભારત દેશની વર્ષા જુની આયુર્વેદ સારવારમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે ત્યારે કોઈપણ આડઅસર વિનાની આયુર્વેદ, યોગ તથા નેચરોથેરાપીની સારવારથી  જટિલ બીમારી ધરાવતા દર્દીનું નિદાન કરવામાં આવે તો અસાધ્ય બીમારીથી દર્દીને જલ્દી સ્વસ્થ કરી બીમારીને જડમૂડથી નાશ કરી શકાય છે. આ કેમ્પમાં દર્દીઓને તપાસણી કરી આયુર્વેદ ઔષધ વિનામૂલ્યે અપાયું હતું. બાળકો ભણતર ની સાથે તેમનું સ્વાસ્થય નિરોગી  રહે તે માટે સંસ્થાના પટાંણમાં આવેલ પાર્ટી પ્લોટ ખાતે ડીવી રોલર સ્પોર્ટ્સ કલબ દ્વારા સ્કેટીંગના વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાળકો ને ભણતરની સાથે માઈન્ડ ડેવલપ થાય તે માટે ક.વી.ઓ. જૈન મહાજન ભુજના નેજા હેઠળ સખીવૃંદ સંચાલિત ચેસ એકેડમીમાં  ચેસ કલાસના વર્ગો ચલાવવામાં આવે છે. મેડિકલ કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદના કીર્તિભાઈ જાટિયા, ચંદુભાઈ રૈયાણી, મહાદેવાભાઈ વીરા, નાજાભાઈ ભરવાડ, કિશાન આગેવાન વિનોદભાઈ રામજિયાણી વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં લખનઉના આયુર્વેદ ડો. અરૂણ યાદવ ડો. દિક્ષાબેન પ્રજાપતિ, વિશાલ પંડયા, સુનીલ મહેશ્વરીએ દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા  સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા, હરનીશભાઈ મહેતા, સંસ્થાના કર્મયોગી કેયુર, ભાવિકે જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd