• શનિવાર, 11 જુલાઈ, 2026

પાયાવિહોણી કનડગત સામે મુસ્લિમ સમાજ આકરાંપાણીએ

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 10 : તમારી બેન્ક બેલેન્સ કેટલી, તમારા વોટ્સએપ, કેટલા મિત્રો, તમારું આઇડી પ્રૂફ, વિદેશમાં તમારા સગા-વ્હાલા વગેરે મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ગામડાંઓમાં નમાજ પઢાવતા મૌલાનાની થતી કનડગત મુદ્દે મુસ્લિમ સમાજે આવેદનપત્ર અપાયું હતું. એક વખત માહિતી માગી લીધા પછી પણ એ જ માહિતી ફરી વખત માગવામાં આવતાં મસ્જિદ-મદરસાના મૌલાનાને કનડગત ન કરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ નખત્રાણા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર, નાયબ પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. નખત્રાણા રેવન્યૂ અને જ્યુરી ડિક્શન હદમાં પોલીસ દ્વારા અલગ અલગ મસ્જિદના અને મદરેસાની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં મસ્જિદ-મદરેસાના ડોક્યુમેન્ટ્સ, ઇમામ-મુતવલીઓના ડોક્યેન્ટ, બેન્ક સ્ટેટમેન્ટ્સ સહિતની વિગતો પૂછપરછ કરાય છે અને એટલું નહીં એક વખત કાગળો રજૂ કર્યા બાદ પણ ફરીથી વિગતો મગાવીને ખોટી કનડગત કરવામાં આવી રહી છે. સરકારનો કોઇ પરિપત્ર નથી છતાં તંત્ર દ્વારા મસ્જિદના-મદરસાના મૌલાનાને પૂછપરછ થકી મૌલાના મસ્જિદના પેશ ઇમામ રજા લઇ રહ્યા છે. નિયમ મુજબની માહિતી માટે સહકાર આપશું, પણ વારંવાર એ જ માહિતી માટે કનડગત હવે સહન નહીં થાય. સરકારનો કોઇ પરિપત્ર નથી છતાં શા માટે મસ્જિદ-મદરસાના મૌલાના પેશઇમામને હેરાન કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ ઊઠાવાયો છે. આ તકે સૈયદ અબાસ બાવા, સલીમભાઇ ચાકી, ઇકબાલ જત, ઇકબાલ સોઢાઓસમાણ નોતિયાર, અલીમામદ થઇમ, હાજી ઇશાક કુંભાર, હારૂન કુંભાર, ઓસમાણ સાટી, અદ્રેમાન ચાકી, હાજી મુસાભાઇ કુંભાર, અનવર ચાકી, સલીમ જીએજાસલીમ ખલીફા તેમજ નખત્રાણા તા. મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd