• શનિવાર, 11 જુલાઈ, 2026

ભુજની પોક્સો કોર્ટમાં ટ્રાયલમાં હાજર ન થનારો આરોપી પૂણેથી ઝડપાયો

ભુજ, તા. 10 : પોક્સો સંબંધિત ગુનામાં સંડોવાયેલો અને ભુજની પોક્સો કોર્ટમાં ચાલતી ટ્રાયલ દરમિયાન હાજર ન રહી નાસતા-ફરતા આરોપીને માંડવી પોલીસે મહારાષ્ટ્રના પૂણેથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, નાસતા-ફરતા આરોપી જીયાદ ઉર્ફે સમીર લતીફ શેખ સામે અદાલતે નોન બેલેબલ પકડ વોરંટ ઈશ્યૂ કર્યો હતો. દરયિમાન આરોપી પૂણેમાં હોવાની મળેલી પૂર્વ બાતમી અને ટેકનિકલ તથા માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપીને ઝડપી લેવાયો હતો. 

Panchang

dd