ભુજ, તા. 10 : તાલુકાના માંડવી ધોરીમાર્ગ
પર સ્મૃતિવન સામેના માર્ગે બાઈકને ખાનગી લક્ઝરીએ ટક્કર મારતાં બાઈકસવાર સુલેમાન હબીબ
બમ્ભા (ઉ. વ. 24) નામના યુવકનું ગંભીર ઈજાના
પગલે તેનું મોત થયું હતું, જ્યારે ભુજોડી
પુલ નીચે ટ્રેન તળે આવી જતાં એક અજાણ્યા પુરુષે જીવ ગુમાવ્યો હતો. ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલ સ્થિત પોલીસચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, માંડવી ધોરીમાર્ગ
પર બાઈકથી જઈ રહેલા બે જણને સામેથી આવતી ખાનગી લક્ઝરીએ ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા
આ હતભાગી યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, તેને સારવાર
માટે હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે માનકૂવા
પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ભુજોડી પુલ નીચેથી પસાર થતી ટ્રેન તળે આવી
જવાથી એક અજાણ્યો પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને તાત્કાલિક
હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર
કર્યો હતો. માધાપર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ આદરી છે.