• શનિવાર, 11 જુલાઈ, 2026

સિનર અને ઝ્વેરેવ વિમ્બલ્ડન ફાઈનલમાં

લંડન,તા. 10 : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સની ફાઈનલમાં રવિવારે પ્રથમ ક્રમાંકિત જેનિક સિનર અને બીજા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝ્વેરેવ વચ્ચે જંગ જામશે. આજની રોમાંચક સેમિફાઈનલમાં વર્તમાન ચેમ્પિયન સિનરે ખિતાબબના પ્રબળ દાવેદાર મનાતા સાત વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચને સીધા સેટમાં હરાવી તેનું સપનું તોડયું હતું. બીજી તરફ જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવે બ્રિટનના વાઈલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરીને 7-6, 6-2, 6-4થી હરાવી પહેલી વખત વિમ્બલ્ડન ફાઈનલમાં જગ્યા બનાવી હતી. સિનરે શુક્રવારે સાત વખત ચેમ્પિયન જોકોવિચને 6-4, 6-4, 6-4થી હરાવીને વિમ્બલ્ડન ફાઈનલમાં દબદબાભેર પ્રવેશ કરી તે જ પ્રકારનું પ્રભુત્વ દર્શાવ્યું હતું, જે તેણે ફ્રેન્ચ ઓપનમાં બીજા રાઉન્ડની હાર પહેલાં બતાવ્યું હતું.  આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઈનલમાં જોકોવિચ સામે પાંચ સેટમાં મળેલી હારનો બદલો સિનરે આજે જીત સાથે લીધો હતો. 39 વર્ષીય જોકોવિચ માટે આ તેના 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલના વિક્રમમાં વધુ એક ટાઈટલ ઉમેરવાની તક છીનવાઈ હતી. 29 વર્ષનો ઝ્વેરેવ 1995 બાદ વિમ્બલ્ડન ફાઈનલમાં પહોંચનારો પહેલો જર્મન ખેલાડી બન્યો છે. આ સાથે જ તે ફ્રેન્ચ ઓપન જીત્યા બાદના ગ્રાન્ડ સ્લેમની ફાઈલનમાં પહોંચનારા ઓપન એરાનો ત્રીજો ખેલાડી બન્યો છે. તેમણે સમગ્ર સ્પર્ધા દરમ્યાન માત્ર બે જ સેટ ગુમાવ્યા હતા. બીજી તરફ, 114મા ક્રમાંકિત અને બ્રિટિશ વાઈલ્ડ કાર્ડ આર્થર ફેરીની ઐતિહાસિક સફર સેમિફાઈલનમાં થંભી ગઈ હતી. જો કે, શાનદાર દેખાવને કારણે તેનું રેન્કિંગ 114માંથી સીધું 36 પર પહોંચી જશે જેનાથી તેને મોટી સ્પર્ધાઓમાં સીધો પ્રવેશ મળી જશે. - સચિન, ગિલ, લારાએ રોયલ બોક્સમાંથી નિહાળી મેચ : સેન્ટર કોર્ટના રોયલ બોક્સમાં ભારતીય ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકર ઉપરાંત ટેસ્ટ કપ્તાન શુભમન ગિલ, વેસ્ટઈન્ડિઝના બ્રાયન લારા અને ફૂટબોલર વર્જિલ વાનડાઈક સહિત અનેક ખેલસિતારા હાજર રહ્યા હતા. વિમ્બલ્ડને સચિનનું સ્વાગત કરી તેમને `િક્રકેટ સંપત્તિ' ગણાવ્યા હતા. 

Panchang

dd