લંડન, તા. 10 : ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ
વિમ્બલ્ડનની મહિલા સિંગલ્સ ફાઇનલમાં આ વખતે ઝેક ગણરાજ્યની બે ખેલાડી કેરોલિના મુચોવા
અને લિંડા નોસ્કોવા આમને-સામને હશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં 19 વર્ષ બાદ એક જ દેશની બે ખેલાડી
ફાઇનલમાં પહોંચી છે. આ પહેલાં 2009માં અમેરિકાની
સેરેના અને વિનસ વિલિયમ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો થયો હતો. હવે આ વખતે ઝેક ગણરાજ્યની ખેલાડી
કેરોલિના મૂચોવાની ટક્કર હમવતન ખેલાડી લિંડા નોસ્કોવા વિરુદ્ધ થશે. નોસ્કોવાનો બીજી
સેમિફાઇનલમાં યુક્રેનની ખેલાડી માર્તા કોસ્ત્યુક સામે 6-4 અને 6-4થી વિજય થયો હતો. મુચોવાએ આ
પહેલા અમેરિકી ખેલાડી કોકો ગોફને 6-2, 1-6 અને 7-6થી હાર આપી
ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ શનિવારે રમાશે.