ભુજ, તા. 10 : તાલુકાના ઝુરા ગામના ખેતરમાં
પત્તા ટીંચતા ત્રણ ખેલીને માધાપર પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 10,280 સહિત કુલ રૂા. 4,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક આરોપી નાસી છુટયો હતો. પોલીસે આપેલી
વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પ્રેમજી
શિવુભા જાડેજાના ઝુરાથી નિરોણા તરફ જતા માર્ગ પર આવેલા ખેતરમાં પત્તા વડે જુગાર રમતા
પ્રેમજી ઉપરાંત પ્રવીણસિંહ મંગલજી સોઢા અને ભીમજી રામજી મહેશ્વરીને પકડી લીધા હતા.
તેમની પાસેથી રોકડા રૂા. 10,280 તથા
બે મોટરસાઈકલ મળી કુલ રૂા. 40,280 જપ્ત
કરાયા હતા, જ્યારે કાનાજી રામજી ગરવા
નામનો આરોપી નાસી છુટયો હતો. માધાપર પોલીસે પકડાયેલા ખેલીઓ સામે જુગારધારા તળે ગુનો
નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. - : ગાંધીધામ, તા. 10 : અહીંના જવાહરનગરમાં જાહેરમાં
પત્તા ટીંચતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 34,600 જપ્ત કર્યા હતા. જવાહરનગરમાં
સંઘવી પ્લાયવૂડની બાજુમાં પાબુદાદાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં આજે સાંજે અમુક ખેલીઓ
ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. દરમ્યાન અચાનક આવેલી પોલીસે અહીંથી શિવા
ભીખા વાઘેલા,
રામ બાબુ અખિયાણી અને દેવા બાબુ અખિયાણી નામના શખ્સોને પકડી પાડયા
હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 34,600 હસ્તગત કરવામાં આવ્યા હતા.