• શનિવાર, 11 જુલાઈ, 2026

એશિયન ગેમ્સની ભારતીય મહિલા હોકી ટીમ જાહેર : સલીમા ટેટે કપ્તાન

નવી દિલ્હી, તા.10 : જાપાનના આઇચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન રમાનારી એશિયન ગેમ્સ-2026ની ભારતીય મહિલા હોકી ટીમ જાહેર થઇ છે. 20 ખેલાડીની ટીમને કમાન ફરી સલીમા ટેટેને સોંપવામાં આવી છે. તેની કપ્તાનીમાં ભારતીય મહિલા ટીમે ગયા મહિને ન્યુઝીલેન્ડમાં એફઆઇએચ નેશંસ કપનો ખિતાબ જીત્યો હતો.  ભારતીય મહિલા હોકી ટીમ: સલીમા ટેટે (કપ્તાન), સવિતા પૂનિયા અને બિચૂ દેવી (ગોલકીપર), ઇશિકા ચૌધરી, સુશીલા ચાનૂ, લાલથાંતલુઆંગી, જ્યોતિ, શિલ્પી ડબાસ, નિક્કી પ્રધાન, સાક્ષી રાણા, સુનેલિતા ટોપ્પો, નેહા, દીપકા, લાલરેમસિયામી, ઋતુજા દાદાસો, નવનીત કૌર, બલજીત કૌર અને બ્યૂટી ડુંગડુંગ. 

Panchang

dd