મુંદરા તાલુકાનાં વડાલા ગામનું આયુષ્યમાન આરોગ્ય મંદિર છેલ્લા
બે મહિનામાં બેવાર જ ખુલ્યું છે. વડાલા ગામના સરપંચ ગાવિંદ ગઢવીએ જણાવ્યું હતું કે, મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પણ હજુ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી અને જરૂરિયાતમંદ લોકોને અગવડતાનો
સામનો કરવો પડે છે. વડાલા, પાવડિયારા, હમીરમોરા
ગામના ગ્રામજનો માટે આ એફ. એ ડબલ્યુ. - સી. એચ.ઓ. આયુષ્માન આરોગ્ય મંદિરમાં સ્ટાફ ઘટ
દૂર કરવામાં આવે એવી ગામલોકોની માગણી છે.