ભુજ, તા. 10 : માનવજ્યોત સંસ્થા દ્વારા સંચાલિત એલ.એમ. ભક્તા વડીલોનો વિસામો
દ્વારા 60 વડીલોએ તીર્થયાત્રા કરી હતી.
દાતાના સહયોગથી કરાયેલા આયોજનને પૃથ્વીરાજસિંહે લીલીઝંડી આપી હતી. પુંઅરેશ્વર,
માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા તીર્થધામોનું ભ્રમણ વડીલોએ ભજન-કીર્તન અને ગરબા રમીને કર્યું
હતું. સંસ્થાના નખત્રાણાના કાર્યકર જયંતીભાઈ દવે, જયેશભાઈ સોની,
દોલતપરના કરણદાન ગઢવીનું પ્રસંગે સન્માન કરાયું હતું. વ્યવસ્થા પ્રબોધ
મુનવર, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની,
કનૈયાલાલ અબોટીએ સંભાળી હતી.