• શનિવાર, 11 જુલાઈ, 2026

મુંદરા સર્કલથી શિણાય સુધી લાખોનો ખર્ચ છતાં સ્ટ્રીટ લાઈટો બંધ

ગાંધીધામ, તા. 10 : આદિપુરના મુંદરા સર્કલથી શિણાય સુધીનો જે ધોરીમાર્ગ છે, તેના ડિવાઇડરમાં લગભગ 56 લાખથી વધુ રૂપિયાના ખર્ચે પોલ ઊભા કરીને સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવી છે. લાખો રૂપિયાના ખર્ચ પછી પણ અહીં લાઈટો બંધ રહેતી હોવાથી અંધારપટ છવાયેલો છે, જેના પગલે સવાલો ઊઠી રહ્યા છે. આ લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં એજન્સીને ગાંધીધામ મહાનગરપાલિકાના અમુક કર્મચારી દ્વારા મદદ કરાઈ હોવાના આક્ષેપો છે. લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યા પછી જે કામ એજન્સી એ કરવાનું હોય અને તમામ સામાન એજન્સીનો ઉપયોગ થવો જોઈએ તેના બદલે વાયર, ઓટો સ્વિચ સહિતનો અમુક સમાન મહાનગરપાલિકાનો ઉપયોગ થયો હોય એટલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ પ્રબુદ્ધ નાગરિકો કરી રહ્યા છે. તાજેતરમાં જ અહીં સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે તેમ છતાં લાઈટો બંધ રહેતાં અંધારપટ છવાયેલો છે. આ અકસ્માત ઝોન રોડ છે, તેમાં અંધારપટ વધુ જોખમી બને છે. લાખો રૂપિયાના ખર્ચ પછી જો આવી સ્થિતિ આવતી હોય, તો જવાબદારો સામે પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઊઠી છે.  આ ઉપરાંત આદિપુરથી સીધો શનિદેવ મંદિર અંજાર તરફ જતા માર્ગ ઉપર પણ 56 લાખથી વધુના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે. અહીં પણ કામગીરીમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો એજન્સીને રૂપિયાનું ચુકવણું બાકી હોય, તો આ બંને રોડ ઉપર જે સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે તેની ગુણવત્તા અને ટેન્ડર મુજબ કામ થયું છે કે નહીં તે મુજબનો સામાન વપરાયો છે કે નહીં તેની તમામ ચકાસણી કર્યા પછી જ રૂપિયાનું ચુકવણું કરાય તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. - ઈલેક્ટ્રિક એન્જિનીયરથી કોન્ટ્રાક્ટરો થાક્યા : મહાનગરપાલિકાના લાઈટ વિભાગમાં ઈલેક્ટ્રિક એન્જિનીયર છે તેમણે શહેરમાં ચાલતી અલગ અલગ કામગીરીમાં તેમજ બગીચાઓમાં વાયર સહિતની સામગ્રી બરોબર છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે, કોન્ટ્રાક્ટરો બરોબર સામાન વાપરે છે તેવા સમયે ઇલેક્ટ્રિક એન્જિનીયર દ્વારા નબળો સામાન નાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોવાના આક્ષેપો છે, કોન્ટ્રાક્ટરો સામેથી આ બાબતે પાલિકામાં ફરિયાદો કરે છે તેમ છતાં પગલાં ભરાતાં નથી. અહીં મહાનગરપાલિકાના ડરથી અમુક કોન્ટ્રાક્ટરો ટેન્ડર મુજબનો સામાન વાપરી રહ્યા છે અને એટલા માટે જ આ ઈલેક્ટ્રિકલ એન્જિનીયરની ફરિયાદ કરી રહ્યા છે. 

Panchang

dd