• રવિવાર, 05 જુલાઈ, 2026

પાવરપટ્ટીને જોડતા મોટી વિરાણીના સોનાપુર પાસે જોખમી ખાડા

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 4 : પાવરપટ્ટીના અતિ મહત્ત્વના જોડતા હાઇ-વે પરના ખાડા જોખમી પુરવાર થઇ રહ્યા છે. મોટી વિરાણીના સોનાપુર પાસેના આ વળાંક પર છેલ્લા ઘણા દિવસોથી આ ખાડા દિનબદિન મોટા થઇ રહ્યા છે. પાવરપટ્ટી વિસ્તાર ઉપરાંત ખાવડા, સફેદ રણને જોડતા આ રસ્તા પર રોજના નાના-મોટા વાહનો ઉપરાંત પવનચક્કીના પુરજા તેમજ અન્ય ભારવાહક વાહનો અવર-જવર કરે છે. એક વળાંક અને બીજાં ગાબડાં આ ગાબડાં બચાવવાં કોઇ વાહન રોંગસાઇડમાં નીકળે તો અહીં અકસ્માતની પણ સંભાવના રહે છે. તંત્ર આ ખાડાની જલ્દી મરંમત કરે તે જરૂરી છે. ચોમાસાંની સિઝન આવી રહી છે ત્યારે વરસાદનાં કારણે આ ખાડામાં પાણી ભરાશે તો રસ્તાને વધારે નુકસાનીની પણ સંભાવના રહેલી છે. 

Panchang

dd