• રવિવાર, 05 જુલાઈ, 2026

ભારત પાસેથી ઈ-20 પેટ્રોલ ખરીદવા ભૂતાને કર્યો ઈન્કાર

નવી દિલ્હી, તા.4 : ભારત સરકારના ઈ-20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના નિર્ણય પર દેશમાં વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પાડોશી દેશ ભૂતાને ભારતીય તેલ કંપનીઓ પાસેથી ઈ-20 પેટ્રોલ ખરીદવાનો ઈન્કાર  કર્યો છે. ભૂતાની મીડિયા `ધ ભૂતાનીઝ'ના અહેવાલ અનુસાર ભૂતાને ભારતને અનુરોધ કર્યો હતો કે જ્યાં સુધી ભારતની બજારમાં સામાન્ય પેટ્રોલ મળી રહ્યું છે ત્યાં સુધી તેમને કોઈ મેળવણ વિનાનું પેટ્રોલનો પુરવઠો જ આપવામાં આવે. ભૂતાનના અધિકારીઓ અનુસાર, દેશનું ઈંધણ સાચવવાનું માળખું ઘણું જૂનું છે. ત્યાંના પેટ્રોલ પંપોના ફ્યૂલ ટેન્ક  જમીનની નીચે (અન્ડરગ્રાઉન્ડ) બન્યા છે જેમાં પાણી પ્રસરવાનો ખતરો રહેતો હોય છે. સામાન્ય પેટ્રોલની તુલનાએ એથેનોલ બ્લેન્ડેડ ઈ-20 પેટ્રોલમાં હાઈડ્રોક્સિલ ગ્રુપ હોય છે જે હવા કે આસપાસના ભેજને ઝડપથી શોષે છે. જો ઈ-20 પેટ્રોલને જ્યાં પાણીનું ગળતર હોય ત્યાં સંગ્રહવામાં આવે તો પેટ્રોલમાં પાણી ભળી જવાનો ખતરો છે. આ પાણીને પેટ્રોલથી અલગ કરવું મુશ્કેલ બને છે. આ ઉપરૃત પાણી હોવાથી સ્ટીલના ટાંકા અને પાઈપલાઈનોમાં કાટ લાગી જવાની સંભાવના પણ વધે છે જેનાથી ગાડીઓના એન્જિન ખરાબ થઈ શકે છે.  

Panchang

dd