વોશિંગ્ટન, તા. 4 : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ
અદાણીના સંબંધમાં ભૂલ કબૂલી લેતાં અમેરિકી ન્યાય વિભાગે જણાવ્યું હતું કે, અદાણી પર કેસ જ નોંધવો નહોતો જોઈતો. સંઘીય અદાલતમાં
દાખલ કરેલા જવાબમાં ન્યાય વિભાગે કબૂલાત કરી હતી કે, મામલો આખો
કાનૂનીરૂપે કમજોર હતો. આ કેસ એક વર્ષ પહેલાં જ પૂરો કરી નાખવાની જરૂર હતી. અરે,
આ કેસ શરૂ જ કરવા જેવો નહોતો. અમેરિકાના ન્યાય વિભાગે અદાલતને સોંપેલા
10 પાનાંના જવાબમાં જણાવ્યું હતું
કે, આ મામલો અમેરિકી વિદેશનીતિનાં હિતોની વિરુદ્ધ
હતો. ભારતીય અધિકારીઓ દ્વારા તપાસમાં પણ કોઈ કાર્યવાહી કરવા જેવું ખોટું કૃત્ય સામે
આવ્યું નથી.