• રવિવાર, 05 જુલાઈ, 2026

રૂા. 50.72 લાખની રકમ વાહનમાલિકને ચૂકવવા જિલ્લા કમિશનનો ચુકાદો

ભુજ, તા. 4 : વાહનમાલિકને રૂા. 50.72 લાખ વ્યાજ સહિત ચૂકવી આપવા વીમા કંપની સામે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે. ભુજ સ્થિત એચ.ડી. એન્ટરપ્રાઈઝની માલિકીના વોલ્વો એસ્કેવેટરમાં આગ લાગતાં તે સંપૂર્ણ નુકસાન પામ્યું હતું, આથી વીમા કંપની બજાજ એલાયન્સ  જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ. પાસે નુકસાનીનો ક્લેઈમ નેંધાવી જરૂરી કાર્યવાહી કરાઈ હતી. ક્લેઈમ લાંબા સમય સુધી અનિર્ણિત રહેતાં માલિક એ.ડી. એન્ટરપ્રાઈઝના ડાયરેક્ટર હંસરાજભાઈ દેવજી ધોળુએ કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ દાખલ કર્યાથી નવ ટકા વાર્ષિક દર તથા માનસિક ત્રાસના રૂા. 10 હજાર અને ખર્ચના રૂા. પાંચ હજાર સહિત રૂા. 50,72,032 ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યે હતો. ફરિયાદ પક્ષે ધારાશાત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમ વાલજીભાઈ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા. 

Panchang

dd