• રવિવાર, 05 જુલાઈ, 2026

રાજ્યકક્ષાની તરણ સ્પર્ધામાં કચ્છની ખેલાડીને એક સુવર્ણ સહિત ચાર ચંદ્રક

ભુજ, તા. 4 : ગુજરાત સ્ટેટ એક્વાટિક એસોસીએશન દ્વારા બાવનમી ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશિપ-2026 સ્વરાજ્ય સ્પોર્ટસ સંકુલ-અમદાવાદ મુકામે યોજાઇ હતી, જેમાં હિમધી ગિરીશભાઇ ચૌહાણે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં પ્રથમ નંબર 50, 100 અને 200 મીટર બ્રેસ્ટસ્ટ્રોક બીજો નંબર અને 50 મીટર ફ્રી સ્ટાઇલમાં પણ બીજો નંબર મેળવી વિજેતા થઇ છે. મોટી સફળતા મેળવવા બદલ કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાના પ્રમુખ `સમાજરત્ન' વિનોદ સોલંકી અને કેળવણી મંડળના પ્રમુખ ડો. મનોજ સોલંકીએ તેને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, 2026ના વર્ષમાં જ તેણે 25થી પણ વધારે મેડલ મેળવ્યા છે. 

Panchang

dd