માન્ચેસ્ટર, તા. 4 : આખરે વંડરબોય
વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમ માટે રમવાની તક મળી છે અને તેણે 15 વર્ષ 99 દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં
પદાર્પણ કરીને ઈતિહાસ રચ્યો છે. સૂર્યવંશીએ પ્રથમ ડેબ્યૂ મેચમાં નિષ્ફળ રહેવા છતાં
3 મોટા રેકોર્ડ તોડયા હતા. તે 10 બોલમાં માત્ર 14 રન બનાવીને આઉટ થયો, તેણે પોતાની ટૂંકી ઈનિંગ્સમાં બે છગ્ગા ફટકાર્યા
હતા. તેણે બીજી ટી-20માં પ્લેઈંગ
ઈલેવનમાં સંજુ સેમસનની જગ્યાએ સ્થાન મેળવ્યું હતું. વૈભવને વિલ જેક્સની બોલિંગમાં જોસ
બટલરે સ્ટમ્પ આઉટ કર્યે. વૈભવે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર
ભારતીયનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં આ રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે હતો, જેમણે 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે
પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ભારતીય મહિલા ક્રિકેટમાં શેફાલી વર્મા 15 વર્ષ 239 દિવસ સાથે વિક્રમ ધરાવે છે.
વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદીની ભાગીદારી કરીને રેકોર્ડ
બનાવ્યો. ઈંગ્લેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં તેણે અને અભિષેકે 29 બોલમાં 50 રન ઉમેર્યા
હતા.