• રવિવાર, 05 જુલાઈ, 2026

ફીફા વિશ્વકપમાં મેસીએ વધુ એક શિખર સર કર્યું

મિયામી, તા. 4 : દિગ્ગજ લિયોનેલ મેસીએ ફરી એક વખત ફૂટબોલ જગતમાં કમાલ કરી છે. 2026 ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મુકાબલામાં કેપ વર્ડે સામે રમતા મેસીએ ઈતિહાસ રચ્યો હતો. મિયામી સ્ટેડિયમમાં મેચની 29મી મિનિટે લિસાન્દ્રો માર્ટિનેઝ એક લાંબા પાસને કન્ટ્રોલ કરતા મેસીએ બોલને સીધો નેટના ઉપરના હિસ્સામાં માર્યો હતો. આ શાનદાર ગોલની સાથે મેસી પુરુષ ફૂટબોલ ઈતિહાસમાં વિશ્વકપના મંચ ઉપર 20 ગોલનો આંકડો મેળવનારો દુનિયાનો પહેલો ખેલાડી બન્યો છે. વર્તમાન ટૂર્નામેન્ટમાં આ મેસીનો સાતમો ગોલ છે. જેણે મેસીને અનોખા રેકોર્ડનો માલિક બનાવ્યો છે. મેસી પુરુષ ફૂટબોલ ઈતિહાસના બે અલગ અલગ વિશ્વકપ સીઝનમાં સાત અથવા તેનાથી વધારે ગોલ કરનારો પહેલો ખેલાડી પણ બન્યો છે. આ પહેલા 2022માં કતર વિશ્વકપમાં સાત ગોલ કર્યા હતા. જ્યાં આર્જેન્ટિનાની ટીમ ચેમ્પિયન બની હતી. આ ઉપરાંત વિશ્વકપમાં સતત આઠ મેચમાં ગોલ કરીને પોતાનો જ રેકોર્ડ આગળ પણ વધાર્યો છે.  

Panchang

dd