પ્રિયેન અજાણી દ્વારા : ભુજ, તા. 4 : નોખી વિચારધારાના અનોખા સંગ્રાહક, મૂળ બિદડાના અને હાલે ભુજમાં રહેતા આરોગ્ય ક્ષેત્ર
સાથે સંકળાયેલા સિનિયર સિટીઝન ચંદુલાલ બી. ગોર વિવિધ વસ્તુઓના સંગ્રહનો શોખ ધરાવે છે.
તેમની પાસેના સંગ્રહમાં એક વિભાગ લેખિની (બોલપેન) કલેક્શનનો પણ છે, જેમાં વૈવિધ્યસભર લગભગ 200થી પણ વધુ પેન છે. આતંરરાષ્ટ્રીય મ્યુઝિયમ-ડે નિમિત્તે તેમની
સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉનો સમય જુદો હતો. બાળક ભણવાનું શરૂ કરે ત્યારે પાટી-પેનથી એકડો ઘૂંટાતો,
અકે જ બોલપેનમાં રિફિલ બદલતી, વર્ષો સુધી એક જ
ધાતુની પેટી (દફતર), એક કંપાસ બોક્સમાં ઉચ્ચતર માધ્યમિક સુધીનો
અભ્યાસ કરતા. ટાંચા સાધનો સાથે અભ્યાસકાળ પૂરો થતો હતો. હાલે સમય બદલાયો છે,
આજનો સમય યુઝ એન્ડ થ્રોનો છે. દરેક વસ્તુ ડિસ્પોઝેબલ વાપરીને માનવી કુદરત
સાથે તો ચેડાં કરી જ રહ્યો છે અને કુદરતી વાતાવરણમાં ખલેલ પહોંચાડીને માનવીને કુદરત
તરફથી મળતી અમૂલ્ય બક્ષિસોની ઉપલબ્ધતામાં પણ બાધક બને છે. તેઓના મતાનુસાર એટલે જ પરમાત્મા
પણ માણસને ટૂંકું જીવાડીને પૃથ્વી પરથી થ્રો કરી દે છે. આ પ્રસંગે તેઓ જણાવે છે કે,
આપણે યુઝ એન્ડ થ્રો જેવા ન બની મૂલ્યવાન બનવું જોઇએ અને અન્યોને ઉપયોગી
બનવું જોઇએ. આપણે સૌ રાજિંદાં જીવનમાં સહજ રીતે વિવિધ વસ્તુઓ વાપરીએ છીએ. આ વસ્તુઓ
જૂની થાય કે થોડી ક્ષતિગ્રસ્ત થાય ત્યારે ફેંકી દઇએ અથવા ભંગારમાં આપીએ છીએ,
જ્યારે જૂના જમાનામાં લોકો તે
સમયની ચલણમાં હોય તેવી વસ્તુઓને ઉપયોગમાં લીધા બાદ તે ફરી વાપરવાલાયક ન રહે તો પણ આજની
પેઢીની જેમ ફેંકતા નહીં.