ભુજ, તા. 4 : રોટરી ઇન્ટરનેશનલની માર્ગદર્શિકા
મુજબ અહીંની વોલસિટી ક્લબનો 21મો શપથગ્રહણ
સમારોહ યોજાયો હતો. ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે આબુ રોડ ક્લબના ગવર્નર કે. શ્યામકુમારની
ઉપસ્થિતિમાં પ્રમુખ ડો. અભિનવ કોટક તથા મંત્રી રોબીન રૂપારેલે શપથ લીધા હતા. પૂર્વ
પ્રમુખ રીટાબેન અધ્યારૂએ વોલસિટી ઇન્નરવ્હીલના પ્રમુખ જુલીબેન દાવડાને પિન પહેરાવી
હતી. પૂર્વ ગત પ્રમુખ ઉર્વિ સોની સાથે કોલર એક્સચેંજ સાથે મંત્રી ડાલી ઠક્કર, ચેરમેન રચનાબેન શાહ જોડાયા હતા. વિદાય લેતા
પ્રમુખ હર્ષદ ભીંડે અને મંત્રી દર્શન ઠક્કરે સૌના સહકાર બદલ આભાર માન્યો હતો. વોલસિટી
બાળકોની ક્લબના પ્રમુખ ધ્યાના અમિત ચૌહાણ, મંત્રી હર્ષિ વત્સલ
સોનીને આસિ. ગવર્નર દત્તુ ત્રિવેદીએ શપથ લેવડાવ્યા હતા. યુવા પાંખ ક્લબના પ્રમુખ હર્ષ
પ્રજાપતિ, મંત્રી અંકિતા પ્રજાપતિને ચાર્ટર પ્રમુખ સતીશ દાવડાએ
શપથ લેવડાવ્યા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડાએ ક્લબનાં કાર્યોને બિરદાવ્યાં હતાં. ધારાસભ્ય
કેશુભાઇ પટેલે દર વર્ષે લીડરશિપના બદલાવને જરૂરી લેખાવી નવા વિચારોથી વધુ સારાં કાર્યો
થઇ શકે તેમ જણાવ્યું હતું. સમારોહમાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, જયેશભાઇ શાહ, સતીશભાઇ દાવડા, નીતાબેન
હાલાણી, ડો. પ્રફુલ્લા કોટક, વૈદેહી રૂપારેલ
હાજર રહ્યા હતા. સંચાલન ડો. ટ્વિશા કોટક અને નીતિ કતિરાએ કર્યું હતું. જયંત ઠક્કર,
આનંદ મોરબિયા, પ્રિતેશ ઠક્કર, પ્રણવ દવે, બિમલ મોરબિયા, તારક
ઠક્કર, ધવલ રાવલ, અમિત ચૌહાણ, ભરત લોહાર, ધર્મેશ મહેતા, રાજેશ
માણેક, જયેશ જોષી, રાજન મહેતા, દ્વિજેશ આચાર્ય, ડો. લવ કતિરા, જીત મોતા, રિતેશ સંઘવી, મેહુલ સોમૈયા,
રિતેશ ભનશાલી, રાજેશ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.