• રવિવાર, 05 જુલાઈ, 2026

સરહદના સંત્રીઓ માટે 30 એરકૂલરની ભેટ

મોટા લાયજા, તા. 4 : ધોમધખતા તાપમાં કચ્છના રણકાંધીએ દેશની રક્ષા કાજે ખડેપગે ફરજ બજાવતા સંત્રીઓને હૂંફ મળે તે એક નોંધપાત્ર પ્રસંગ છે. છેલ્લા 27 વર્ષથી કચ્છમાં બીએસએફ, દિવ્યાંગો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા કામ કરતા સ્વયંસેવી સંગઠન કચ્છ જિ. ગ્રામ વિકાસ સમિતિ-ગોધરા દ્વારા જવાનોને 30 એરકૂલરની ભેટ વિવિધ દાતાઓના સહયોગથી અને સમિતિના પ્રમુખ અરવિંદ જોશીની પ્રેરણાથી અર્પણ કરવામાં આવી હતી. 10 એરકૂલરના દાતા નવનીત ફાઉન્ડેશન (અમદાવાદ-રાયણ-મુંબઇ), 10 એરકૂલર માતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી, હ. નિરંજનાબેન અરવિંદ ટોપરાણી અને 10 એરકૂલર છગનલાલ વેલજી ચેરિ. ટ્રસ્ટ મુંબઇ-ગોધરા દ્વારા આપવામાં આવતાં સીમા સુરક્ષા દળના અધિકારીઓ-જવાનોએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરમીના છેલ્લા બે માસમાં રૂા. દસ લાખ ઉપરાંતની સાધન- સામગ્રીની સહાય જવાનો માટે સમિતિ દ્વારા આપવામાં આવી હતી. જવાનો સ્થાનિક કચ્છી ભાષાથી પ્રાથમિક રીતે પરિચિત થાય તે માટે કચ્છની હિન્દી પાઠાવલીનું પ્રકાશન કરી વિતરીત કરવામાં આવનાર હોવાનું ઉપપ્રમુખ ચંદ્રકાંત મોતાએ જણાવ્યું હતું. મંત્રી સલીમ ચાકી, કારોબારી સભ્યો દિનેશ શાહ, વિશ્રામ ગઢવી આ સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી બની રહ્યાં છે. કમાન્ડન્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, સમિતિની સીમા સુરક્ષા દળ માટેની આ સેવા સમગ્ર દેશ માટે પ્રેરક છે. 

Panchang

dd