• રવિવાર, 05 જુલાઈ, 2026

દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક યુનિફોર્મનું વિતરણ

દહીંસરા (તા. ભુજ), 4 : સ્થાનિક સ્તરે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના અને બાળાઓને ઉત્સાહિત કરવાના ઉમદા આશય સાથે દહીંસરા પ્રાથમિક કન્યા શાળા મધ્યે દાતાના સહયોગથી વિદ્યાર્થીનીઓને યુનિફોર્મ ટી-શર્ટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં મુખ્ય દાતા લાલજીભાઈ કારા તરફથી શાળાની કુલ 250 વિદ્યાર્થીનીને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત યુનિફોર્મ ટી-શર્ટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત  ધનુબેન શાંતિલાલ ભંડેરી તથા શાંતિલાલભાઈ વેલજી ભંડેરી હાજર રહ્યા હતા અને બાળાઓને આશીર્વચન પાઠવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ભંડેરી પરિવાર દ્વારા શાળાની તમામ વિદ્યાર્થિનીઓને ઉદાર હાથે યુનિફોર્મ ટ્રેકશૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બદલ શાળા પરિવારે તેમની સેવાભાવનાને બિરદાવી પુન: આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના સદસ્ય  વનિતાબેન મનસુખભાઈ કારાએ શિક્ષણનું મહત્ત્વ સમજાવી, દાતાઓની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આચાર્ય મામદભાઈ કંભારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, સંચાલન શાળાના મદદનીશ શિક્ષક મનોજ જોશીએ કર્યું હતું. 

Panchang

dd