ગાંધીધામ, તા. 25 : કોંગ્રેસની કાળી કરતૂતોને નવી પેઢી સમક્ષ લાવવા તેમજ કટોકટીના
કાળા દિવસની દર્દનાક કથાને જનજન સુધી પહોંચાડવા માટે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી
દ્વારા આ દિવસને કાળા દિવસ તરીકે ઊજવામાં આવ્યો હતો. આ અંતર્ગત ગાંધીધામમાં વિશિષ્ઠ
પ્રદર્શની કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રદર્શનમાં કટોકટી વેળાએ સર્જાયેલી રાષ્ટ્રવાદી
અરાજકતા, અફરાતફરી અને લોકશાહીના દમનની અનેક કલંકિત તસવીરો
આજની નવી પેઢીને ધ્યાનમાં આવે એ રીતે મૂકવામાં આવી હતી. સાથોસાથ આ માધ્યમથી આપણા વડીલોને
પણ કોંગ્રેસની એ વખતની બિહામણી કરતૂતોનું પુન: સ્મરણ થઈ ગયું હતું. આ પ્રસંગે જિલ્લા
ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું
કે, 25 જૂન, 1975ની રાત્રે
સાર્વભૌમ ભારતનાં સંવિધાનને ગળે ટૂંપો દઈ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આઝાદ ભારતમાં
શ્વાસ લેતા પ્રત્યેક નાગરિક પાસેથી તેમના સંવૈધાનિક હક્કો છીનવી લઈને દેશની અત્યાર
સુધીની સૌથી મોટી અરાજકતાનો પરચો દેખાડયો હતો. એ વાતને આજે 51 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આજના યુવાનોને એ કટોકટી કાળની દર્દનાક
કથા વિશે પૂરું જાણવા ન મળ્યું હોય તે સ્વાભાવિક છે. આ સ્થિતિ હજુ પણ ભુલાઈ નથી. આ
સમગ્ર બાબતે જિલ્લા ભાજપ દ્વારા જનજન સુધી
આ વાત પહોંચે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વધુમાં શ્રી વરચંદે ઉમેર્યું હતું કે, કટોકટીના સમય દરમ્યાન
અનેક વિપક્ષી નેતાઓએ ભોગવેલી જેલયાતના અને આતંક સહન કરીને કેવી રીતે કટોકટી અને કોંગ્રેસનો
વિરોધ ચાલુ રાખ્યો હતો. સ્વ. અટલબિહારી વાજપેયી સહિત અનેક નેતાઓએ દેશ ખાતર કોંગ્રેસના
કાળા જુલમો સહ્યાં હતાં. અત્રે એ ઉલ્લેખનીય છે કે, એ સમયે ગુજરાતે
વિરોધ ચળવળમાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી. ગુજરાતનાં અનેક લોકો, આરએસએસના સ્વયંસેવકો, જનસંઘના અગ્રણીઓએ પણ જેલયાતના ભોગવવી
પડી હતી. કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ
ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી
ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, પૂર્વ
જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ
મહેશ્વરી, પ્રદેશ ભાજપ સહ પ્રવક્તા મનજીભાઈ આહીર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રફુલ્લાસિંહ જાડેજા, વિકાસભાઈ
રાજગોર, અશોકભાઈ હાથી, મૂળજીભાઈ આહીર,
આશિકાબેન ભટ્ટ, જિલ્લા ભાજપ મંત્રી કંચનબેન વાઘેલા,
જિલ્લા ભાજપ ખજાનચી સુરેશભાઈ ટાંક, પ્રભારીઓ મોમાયાભાઈ
ગઢવી, હેમંતભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી,
ગાંધીધામ શહેર મંડળના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ગાંધીધામ
તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકા
મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન તેજસભાઈ શેઠ, શાસકપક્ષ નેતા ભરતભાઈ
મીરાણી, દંડક સુરેશભાઈ ધુવા, પ્રદર્શની
કાર્યક્રમના ઈન્ચાર્જ વિજયભાઈ પરમાર સહિતના
ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની
યાદીમાં જણાવાયું હતું.