ગાંધીધામ,તા.25 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો
અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી એક ઢોર પકડવાના 2750 રૂપિયા અને તેને ગૌશાળા મોકલવાના 4000 રૂપિયા એમ એક ઢોર પાછળ કુલ
6,750 નો ખર્ચ કરવામાં આવી રહ્યો
છે અને અત્યાર સુધીમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે છતાં રખડતા ઢોર રોડ ઉપર
યથાવત છે. જે હેતુ માટે લાખો રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવી રહ્યા છે તે હેતુ સાર્થક
થતો નથી.તેના કારણે શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોડિયા શહેરોમાં સહિત કોર્પોરેશન વિસ્તારમાં
એક અઠવાડિયામાં આખલાઓની હેરફેટે 10 થી વધુ લોકોને
ઇજાઓ પહોંચી છે. શહેરના ભારત નગર સહિતના અલગ અલગ વિસ્તારોમાં તેમજ આદિપુર અને ગ્રામીણ
વિસ્તારમાં આખલાઓની લડાઈ રાજિંદી બને છે. અનેક
લોકો આ લડાઈને હડફેટે આવતા હોવાથી ઇજાઓ પહોંચી રહી છે મહાનગરપાલિકા દર મહિને રખડતા
ઢોરને પકડીને રામલીલા મેદાન અને ત્યાંથી અલગ અલગ ગૌશાળામાં મોકલવા માટે એજન્સીને લાખો
રૂપિયાનું ચુકવણું કરે છે. વ્યાપક રૂપિયા ખર્ચાઈ રહ્યા છે પરંતુ પરિણામ મળતું નથી.
અધિકારીઓ એજન્સી પાસેથી કામગીરી લઈ શકતા નથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહે છે. ખરેખર મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા કરીને જરૂરી પગલા ભરવામાં આવે તેવી
માંગ લોકો કરી રહ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારના આંતરિક તેમજ મુખ્ય માર્ગો ઉપર રખડતા
ઢોર જમાવીને બેસે છે આદિપુરના પાંચ બી કૃષ્ણનગર વિસ્તારમાં ખુલ્લા ગટરના ખાડામાં નંદી
પડી જતા સ્થાનિક સેવાભાવી લોકોએ નંદીને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. મહાનગરપાલિકાની
ગંભીર બેદરકારીના કારણે અલગ અલગ વિસ્તારોમાં ગટરની ચેમ્બરો ખુલ્લી તે લોકોને પશુઓ માટે
જોખમી સાબિત થઈ રહી છે. ચોમાસા પહેલા ખુલ્લી ગટર ચેમ્બર ઉપર ઢાંકણા ઢાંકવામાં આવે તેવી
માંગ લોકો કરી રહ્યા છે. - રોડની બાજુમાં ઘાસચારો વેચવાનું યથાવત : ગાંધીધામ
કોર્પોરેશન વિસ્તારમાં રોડની અલગ અલગ હજુ પણ ઘાસચારો વેચવાનું યથાવત છે. મહાનગરપાલિકા કે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં
આવતી નથી જેના કારણે ઘાસચારો વેચાય છે અને ત્યાં જ રખડતા ઢોરનો ઓર્ડિંગો જામે છે. લોકોને
દાન પુણ્ય કરવું હોય તો રામલીલા મેદાનમાં નંદીઓને રાખવામાં આવ્યા છે ત્યાં ઘાસચારો
આપી શકે છે પરંતુ હાલના સમયે લોકોની જિંદગીની સુરક્ષા માટે રોડ ઉપર વેચાતો ઘાસચારો
બંધ કરાવીને રખડતા ઢોરને પકડીને રામલીલા મેદાનમાં પૂરવામાં આવે તે જરૂરી છે.