• ગુરુવાર, 04 જૂન, 2026

આગામી ચોમાસાને ધ્યાને લઈ ભુજ સુધરાઈ ખાતે રિવ્યૂ બેઠક યોજાઈ

ભુજ, તા. 3 : આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ શહેરમાં પાણી, ગટર, સફાઈ તેમજ રોડલાઈટની સમસ્યાઓ ન થાય તે માટે આજે પ્રિ-મોન્સૂન કામગીરીની રિવ્યૂ બેઠક યોજાઈ હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવીની આગેવાની હેઠળ પાણી પુરવઠા શાખ, ડ્રેનેજ શાખાના ઈન્જિનીયરો તેમજ કોન્ટ્રાક્ટરો સાથે સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. જેમાં હાલમાં શહેરમાં ચાલતા પાણી-ગટરની લાઈનનાં કામો તેમજ  આગામી સમયમાં કરવાનાં કામોનું આયોજન તથા ચોમાસા પહેલાં પૂર્ણ કરવાનાં કામો બાબતે  ચર્ચા કરાઈ હતી. સાથેસાથે નગરપાલિકાના તમામ શાખાના વાહનો જેને રિપેરિંગની જરૂર છે તેને રિપેર કરાવી પાણી, ગટર, રોડલાઈટ તેમજ સફાઈ જેવી આવશ્યક સેવાઓમાં કોઈ ખામી ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ રાખવા મેકેનિક શાખાને જણાવ્યું હતું. તદ્ઉપરાંત આગામી દિવસોમાં ભુજમાં નાળાંઓની સફાઈ થશે તેના પર સેનિટેશન શાખાના બ્રાંચહેડને સ્થાનિક હાજર રહીને કામીગીરી કરવા સૂચના અપાઈ હતી.  

Panchang

dd