• શુક્રવાર, 05 જૂન, 2026

અંજાર આર.ટી.ઓ.માં એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટ

અંજાર, તા. 3 : શહેરની ભાગોળે આવેલ પૂર્વકચ્છ આર.ટી.ઓ કચેરીમાં આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ (એ.આઈ.) સંચાલિત ડ્રાઈવિંગ ટેસ્ટનો આરંભ  કરવામાં આવ્યો છે.  ટેક્નોલોજીનો વિસ્તાર થઈ રહ્યો છે. હાલમાં  જુદા-જુદા કામોને ઝડપી અને પારદર્શિતાપૂર્વક કરવા માટે એ.આઈ. ટેકનોલોજી ઉપર ભાર મુકાયો છે, ત્યારે સરકાર જુદા-જુદા વિભાગોમાં એ.આઈ. ટેકનોલોજીની ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આર.ટી.ઓ કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાં ગેરરીતિ થતી હોવાના ફરિયાદના આધારે સરકારે જુદી-જુદી આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ. સંચાલિત ડ્રાઈવિંગ ટેસ્ટની  નવી પ્રથાનો આરંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અંજાર આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા લાંબા સમયથી  એ.આઈ. ટેકનું કામ ચાલતું હતું. જેનું કામ પૂર્ણ થયા બાદ  ગઈકાલથી એ.આઈ. ટેક કાર્યરત થયો છે. આજથી અંજાર આર.ટી.ઓ. કચેરીમાં એ.આઈ.ની મદદથી પરીક્ષા લેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. માહિતગારોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર અને ફોર વ્હીલર ટેક ઉપર  એ.આઈ. સંચાલિત કેમેરા અને સેન્સર મૂકવામાં આવ્યા છે.પરીક્ષા આપનારા અરજદાર પ્રથમ કેમેરામાં પોતાનો ચહેરો સ્કેન કરાવવો પડશે તેમજ આર.એફ.આઈ.ડી સેન્સરને વાહનમાં મૂકવામાં આવશે. જેના આધારે સિસ્ટમમાં સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખશે. વાહનચાલકની પ્રત્યેક ગતિવિધિ  કેમેરા કેદ કરવામાં આવશે. ટેક ઉપરથી બહાર નીકળવાના થોડા સમય બાદ એ.આઈ. સિસ્ટમ પરિણામ જાહેર  આપશે. સમગ્ર પ્રક્રિયામાં આર.ટી.ઓ. અધિકારીને કોઈ પણ અરજદારને પાસ કરવાની સત્તા આપવામાં આવી નથી. અબલત્ત, પાસ થયેલા અરજદારને રિવ્યૂ કરીને નાપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. આ અંગે આર.ટી.ઓ. અધિકારી  પી.એમ. ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલથી એ.આઈ. ડ્રાઈવિંગ ટેસ્ટ ટેકનો આરંભ થયો છે, જેમાં તમામ પ્રકારની પ્રક્રિયા પારદર્શક છે. પરીક્ષા આપ્યા બાદ થોડા સમયમાં અરજદારને  એસ.એમ.એસ. દ્વારા પાસ-નાપાસની માહિતી મળશે. પ્રથમ દિવસે 33 જણે ફોર વ્હીલર માટે પરીક્ષા આપી હતી, જેમાંથી બે જણ  પાસ થયા હતા તેમજ 66 જણે ટુ-વ્હીલર માટે પરીક્ષા આપી હતી, જે પૈકી 53 જણ પાસ થયા હતા. 

Panchang

dd