• શુક્રવાર, 05 જૂન, 2026

સ્વસ્થ શરીર-સ્વચ્છ પર્યાવરણના સંદેશ સાથે સાઈકલયાત્રા

ભુજ, તા. 3 : `હોમ્સ ઇન ધ સિટી ` અને ` કચ્છમિત્ર' દ્વારા સંયુક્ત રીતે આયોજિત સાત દિવસીય પર્યાવરણ સપ્તાહ ઉજવણીના ત્રીજા દિવસે આજે વિશ્વ સાઈકલ દિવસ નિમિત્તે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા  કાર્યક્રમમાં 80થી વધુ નાગરિકે ભાગ લીધો હતો. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લામિંગોના પ્રમુખ ધવલભાઈ પાઠક, મંત્રી દિનેશભાઈ રામાનુજ તથા હોમ્સ ઇન ધ સિટીના ડિરેક્ટર અસીમ મિશ્રાના હસ્તે લીલીઝંડી બતાવી સાઈકલોથોનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાઈકલોથોનનાં આયોજનમાં ભુજના `વ્હાઈટ ઈગલ સાઈકલિંગ ગ્રુપ'નો સહયોગ મળ્યો હતો. સવારના તાજગીભર્યાં વાતાવરણમાં સહભાગીઓએ  `સ્વસ્થ શરીર - સ્વચ્છ પર્યાવરણ'ના સંદેશ સાથે સાઈકલયાત્રાની શરૂઆત કરી હતી. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ સાઈકલિસ્ટોએ મુંદરા રોડ સ્થિત ફાટેલ તળાવ સુધીનો નિર્ધારિત રૂટ પૂર્ણ કર્યો હતો. સાઈકલોથોનની વિશેષતા એ રહી કે, માત્ર સાત વર્ષનાં બાળકે તેમજ 65 વર્ષના વરિષ્ઠ નાગરિકે પણ  ભાગ લઈ  ઉદાહરણ પૂરું પાડયું હતું. યુવાનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત સમાજના વિવિધ વર્ગોના લોકો આ અભિયાન સાથે જોડાયા હતા. ફાટેલ તળાવ ખાતે પહોંચેલા તમામ સહભાગીઓને રોટરી ક્લબ ઓફ ભુજ ફ્લામિંગોના સૌજન્યથી `િફનિશર મેડલ' અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સહભાગીઓએ `ઈં અળ અ શિક્ષશતવયિ ' બેનર સાથે સેલ્ફી લઈ ક્ષણોને ઊજવી હતી. સહભાગીઓએ દર વર્ષે આવાં આયોજન કરવા સૂચન કરી, પર્યાવરણમાં પોતે એક પહેલ કરી હોય એવો ભાવ અનુભવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, સાઈકલ એ માત્ર વાહન નહીં, પરંતુ પર્યાવરણમિત્ર જીવનશૈલીનું પ્રતીક છે. વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી દ્વારા નાગરિકોને રાજિંદાં જીવનમાં સાઈકલના ઉપયોગ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  ભુજ નગરપાલિકા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો.હોમ્સ ઇન ધ સિટીના જય અંજારિયા, દીપાલી પંચોલી, નયના ચારણિયા, કરિશ્મા ફજવાણી, ગાયત્રી ભાટી, ધર્મેશ અંતાણી, રિજીન એટીએ વ્યવસ્થા સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે, પર્યાવરણ સપ્તાહ અંતર્ગત આગામી દિવસોમાં નિષ્ણાત વ્યાખ્યાન, વૃક્ષ વિતરણ, સ્વચ્છતા અભિયાન અને ટપકેશ્વરી ટ્રાકિંગ સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તેવું જણાવાયું હતું. 

Panchang

dd