• બુધવાર, 13 મે, 2026

હવે દુબઇમાં પણ માણવા મળશે કેસર કેરીની લિજ્જત

અમદાવાદ, તા. 11 : ઉનાળાની સિઝનમાં સમગ્ર ગુજરાત કેરીઓનો આસ્વાદ અવશ્ય માણે છે. તે આસ્વાદને વધુ મધૂર બનાવવા માટે ગુજકોમાસોલ પણ આગળ આવ્યું છે. ગુજરાતના કેરી પકવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને તેને જરૂરી પ્રક્રિયા જેમ કે, વોશિંગ, શોર્ટિંગ, ગ્રેડિંગ તેમજ ઉત્કૃષ્ટ પેક કરીને સમગ્ર ગુજરાતના કેરી પ્રિય ગ્રાહકો સુધી ગુજરાતની ઉત્તમ, ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીઓ પહોંચાડવા જઇ રહ્યું છે, તેનો પ્રારંભ `મેંગો ફેસ્ટિવલ'નું આયોજન કરીને કરવામાં આવ્યો હતો. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ગુજકોમાસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કર્યું હતું. `ઇફસફહશ` નામની મોબાઇલ એપ્લીકેશનથી તેનું ઓનલાઇન વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે આ કેરીઓ દુબઇમાં પણ મોકલવામાં આવનારી છે, તે અંતર્ગત પહેલો જથ્થો દુબઇ ખાતે દિલીપ સંઘાણીના હસ્તે લીલીઝંડી બતાવીને રવાના કરવામાં આવ્યો હતો.

Panchang

dd