ગાંધીધામ,તા.17 : સ્વદેશી વિકસિત સ્વ સંચાલિત
ટ્રેન સુરક્ષા પ્રણાલી કવચ નું કામ પ્રગતિમાં છ અમદાવાદ થી કચ્છ અને પાલનપુર થી કચ્છ
ગુલ 700 કિલોમીટરના ટ્રેકમાં કવચ સીસ્ટમ
માટેની કામગીરી ચાલી રહી છે. માત્ર રકમ ના ખર્ચે અતિ આ કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું
રેલવે દ્વારા જણાવાયું છે.રેલવેના શુક્રવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ પાલનપુર
અને અમદાવાદથી સામખયાળી સેકશનમાં 410 કરોડના ખર્ચે 402 કિલોમીટર તથા પાલનપુર સામખયારી
ગાંધીધામ સેક્શનમાં 182.81 કરોડના
ખર્ચે 300 કિલોમીટર માં કવચ સ્થાપિત કરવામાં
આવી રહી છે અને તેનું કામ પ્રગતિમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા થી વિરાર સુધીના
સેક્શનમાં કવચ લાગુ થયું છે. આ અંતર્ગત પશ્ચિમ
રેલવેની સૌપ્રથમ ભુજ દાદર વચ્ચે દોડતી સયાજીનગરી એક્સપ્રેસમાં આ કવચ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
એક જ ટ્રેક ઉપર બે ટ્રેન આવે અને ગંભીર અકસ્માત સર્જાવવાની ઘટના ન ઘટે તે માટેની આ
કવચ સુરક્ષા પ્રણાલી કારગર નીવડી રહી છે ગાંધીનગર કેપિટલ કલોલ વચ્ચે 20 કિમી સેકશનમાં ટ્રાયલ કરવામાં
આવ્યું હતું. દરમિયાન બે ટ્રેનોને એક જ ટ્રેકના એક જ બ્લોક સેક્શનમાં ચલાવવામાં આવી
હતી જેવી બંને લોકો લગભગ 10 કિમી ના અંતરે
આવતા પાછળ ચાલી રહેલી લોકોમાં આપમેળે બ્રેક લાગી ગઈ હતી આનાથી એક જ બ્લોક સેક્શનમાં
બે ટ્રેનો આગળ પાછળ ચલાવી શકાય નહીં તે સાબિત થયું હતું. કોઈપણ ટ્રેન એક જ બ્લોક સેક્શનમાં
પ્રવેશતાની સાથે જ બ્રેક આપમેળે લાગી જાય છે અને ચેતવણી તરીકે હોર્ન પણ વાગવા લાગે
છે. જ્યારે બંને એન્જિન સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે બંને એન્જિનોએ આપમેળે
બ્રેક લગાવી હતી જેના કારણે સંભવિત અથડામણ ટાળી દેવામાં આવી હતી આ કવચનું ટ્રાયલ સફળતાપૂર્વક
કરવામાં આવ્યું હતું. ભારતીય રેલવે દ્વારા
આ પહેલ માત્ર સલામતી સુનિશ્ચિત કરતી નથી પરંતુ આધુનિક ટેકનોલોજી દ્વારા ટ્રેન કામગીરીને
વધુ પ્રભાવશીલ અને નિયંત્રિત પણ બનાવે છે અમદાવાદ મંડળ રેલવે સલામતીના ક્ષેત્રમાં એક
મહત્વપૂર્ણ કદમ આગળ વધાર્યું છે અને કવચ સિસ્ટમ તેના ભવિષ્ય માટે એક મજબૂત પાયો સાબિત
થઈ રહી છે