• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

ચંદીયામાં સોરઠીયા આહીર સમાજના સમુહ લગ્નમાં પાંચ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા

અંજાર, તા. 29 :  તાલુકાના ચંદીયા ખાતે તાજેતરમાં યદુવંશી સોરઠીયા આહીર સમાજ યુવા મંડળના  ઉપક્રમે  12માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ વેળાએ પાંચ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતાં. ચંદીયા ગામના પાદરમાં નવ નિર્મિત સમાજ વાડી ખાતે   આયોજીત સમુહ લગ્નના આરંભે પાંચ ગામના પ્રમુઓના હસ્તે દિપ પ્રાગ્ટય કરાયું હતું. 12મા સમુહ લગ્નના અધ્યક્ષ  અને ચંદીયા આહીર સમાજના પ્રમુખ  દેવજીભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે લગ્નમાં આખો દિવસ હર્ષોલ્લાસ હોય પરંતુ દિકરી વિદાય વખતે  પરિવારો અને સમાજ બંધુઓની  આંખો ભીની થાય છે.  સૌનું લગ્ન જીવન  સુખમય બને તેવા આશિર્વાદ નવદંપતિઓને પાઠવ્યા હતાં. રાજયમંત્રીની ગ્રાન્ટમાંથી સમાજવાડીમાં  60 લાખના ખર્ચે નિર્માણ પામી રહેલા ડોમનું  કામ પુર્ણતાના આરે હોવાનું કહી આગામી સમુહ લગ્ન  ઉત્સવ ડોમમાં કરવામાં આવશે તેવું  કહ્યું હતનું.  સંપૂર્ણ ખર્ચના દાતા સ્વર્ગસ્થ વીરાબેન તથા મેગીબેન ડાયાભાઈ બાંમણીયા પરિવારના નથુભાઈ ડાયાભાઈ બાંમણીયાએ ગામની જ પાંચ દીકરીઓને કન્યાદાન આપવાની સાથે આ પ્રસંગના આયોજન ખર્ચને પહોંચી વળવાનો   અવસર  આપવા  ચંદીયા આહીર સમાજ- યુવા મંડળ  પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.    રાજયમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વચચંદે શુભેચ્છા પાઠવી હતી. સત્કાર સમારોહમાં દિપ પ્રાગ્ટય કરાયા બાદ ભરત      કાતરીયાએ વર્ષ દરમ્યાન થયેલી પ્રવૃતિઓ અને  ભાવિ આયોજન અંગે ખ્યાલ આપ્યો હતો. પાંચ ગામના પ્રમુખો રમેશ કાતરીયા,-અંજાર, નિખિલ હડીયા -,હરીલાલ વાણીયા-શિણાયશમજીભાઈ કાતરીયા-નાગોરહીરેન વાગમશી-માધાપર, અને કચ્છ આહીર મંડઈના ઉપપ્રમુખ મુકેશભાઈ કાપડી  તેમજ દાતાઓ નું અભિવાદન કરાયું હતું.    નવદંપતીઓને  સોના ચાંદીના આભૂષણો સહિતની150 થી વધુ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠિઓ તેમજ સામાજિક અગ્રણીઓ માવજીભાઈ વાણીયાજેન્તીભાઈ વાગમશી, રમેશભાઈ ચોટારા, જગદીશભાઈ બાંભણિયા, રમેશભાઈ કાતરીયા,ભીમજીભાઇ વાણીયા, ગોપાલભાઈ હડિયા, જીતેન્દ્રભાઈ ચોટારાનવીનભાઈ હડિયાશાંતિલાલ ચોટારા ,પ્રકાશભાઈ હડીયા, ધનજીભાઈ વાણીયા, મુકેશભાઈ કાતરીયા, ઉમેદભાઈ બાંમણીયા, જેન્તીલાલ બાંભણિયા, રમણીક બાંભણિયા, ધનજીભાઈ બાંભણિયા , શ્રી વલમજીભાઈ કાપડી, પાર્વતીબેન રમેશભાઈ કાતરીયા- સરપંચ- ચંદીયા ગ્રામ પંચાયતનું અભીવાદન કરાયું હતુ.   

Panchang

dd