ભુજ, તા. 29 : કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર
દ્વારા ભુજ તાલુકાના કેરા ગામે આયોજિત ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ થયો હતો, જેમાં કુલ 96 ટીમ ભાગ લઇ રહી છે. ઉદ્ઘાટન
કેરાના સરપંચ મદનગિરિ દ્વારા દીપ પ્રાગટયથી કરાયું હતું. પ્રથમ મેચમાં પત્રકાર ઇલેવન
અને મેઘા ફોર્સ કેરાની ટક્કર થઇ હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
વી. કે. હુંબલ, ઉપસરપંચ ગિરિરાજસિંહ તેમજ
આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય નારાણભાઇ મહેશ્વરી અને નીતેશ લાલણ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રામદેવસિંહ જાડેજા, ગનીભાઇ
કુંભાર, રમેશ ગરવા, શિક્ષણ સેલના ચેરમેન
ખેતશીભાઇ ગજરા, કિશાન સેલના પ્રમુખ યોગેશ પોકાર, પ્રદેશ મહિલા પાંખના મહામંત્રી કિરણબેન પોકાર, લીગલ સેલના
ચેરમેન સંજય કેનિયા, પ્રદેશના પૂર્વ મંત્રી રફીક મારા,
દાના બડગા, બળુભા લાખાજી સોઢા, શંભુ ડાંગર,રાજેન્દ્રસિંહ જાડેજા, અમીરઅલીભાઇ લોઢિયા, યુવરાજસિંહ વાઘેલા, કેરા ગામના પટેલ સમાજના આગેવાન રવજીભાઇ
પટેલ, લઘુમતી સેલના ચેરમેન
અશરફશા સૈયદ, યૂથ કોંગ્રેસ પ્રમુખ રાજદીપ દેવધર હાજર રહ્યા હતા. મેચમાં કોમેન્ટેટર તરીકે શ્યામજી મકવાણા,
હાજી સમેજા, હરિભા જાડેજા તેમજ સંકલન વિક્રમસિંહ
જાડેજા કરી રહ્યા છે. ચેમ્પિયન ટીમને 30,000 રૂપિયાનો પુરસ્કાર, ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને 15,000 રૂપિયા પુરસ્કાર, ટ્રોફી એનાયત કરાશે. આ ટૂર્નામેન્ટને રાજીવ ગાંધી મેમોરિયલ કપ નામ અપાયું છે.