• શુક્રવાર, 30 જાન્યુઆરી, 2026

કચ્છમિત્રના કોલમિસ્ટની `વિતરાગ વિહારધામ'ના ટ્રસ્ટી તરીકે નિમણૂક

ભુજ, તા. 28 : જૈન ધર્મની તીર્થ પરંપરા, અહિંસા અને વૈરાગ્યના મૂલ્યોને ઉજાગર કરતું એક ઐતિહાસિક અને ગૌરવભર્યું કાર્ય કચ્છની ધરતી પર સાકાર થવા જઇ રહ્યું છે. અષ્ટાપદ મહાતીર્થની પ્રતિકૃતિ સ્વરૂપે સ્મૃતિ સ્મારક તથા વિતરાગ વિહારધામના મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પનું સ્મારક જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ (આદિનાથ દાદા)ના નિર્વાણ કલ્યાણ સાથે સંકળાયેલી અષ્ટાપદ પરંપરાને પ્રતિબિંબિત કરશે. અષ્ટાપદ મહાતીર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી વિરેન કનૈયાલાલ શેઠ દ્વારા કારોબારી સમિતિના પ્રમુખ કચ્છમિત્રના કોલમિસ્ટ પ્રભુલાલ મહેતાની નિયુક્તિ કરાઇ હતી. 

Panchang

dd