• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

દીનદયાળ પોર્ટના ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીના 440 વારસદાર નોકરીની રાહમાં

ગાંધીધામ, તા. 19 : દીનદયાળ પોર્ટ ઓથોરિટીમાં ચાલુ ફરજે અવસાન પામેલા કર્મચારીઓના સેંકડો વારસદાર  હજુ સુધી નોકરીની રાહમાં છે. આ મુદ્દે વારસદારો દ્વારા  વધુ એક વખત ધરણા સહિતના આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ કરાયા છે. વારસદારો દ્વારા પ્રશાસનના ગેટ પાસે આજથી અચોક્કસ મુદતના ધરણાનો આજથી આરંભ કરાયો હતો. અગાઉ જ્યારે ઉગ્ર આંદોલન કરાયું ત્યારે 17 જેટલા વારસદારને નોકરી આપવામાં આવી હતી. હજુ પણ 440 જેટલા વારસદાર નોકરીની રાહમાં છે. આ મુદ્દે સતત રજૂઆત છતાંય કોઈ નિવેડો ન આવતાં આજથી અચોક્કસ મુદતના ધરણા કરાયાં છે અને જ્યાં સુધી કોઈ નિવેડો નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. ધરણાના આરંભ વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી, ગાંધીધામ તાલુકા પ્રમુખ પંકજ નોરિયા, ખીમજી પરમાર, રમેશ થારુ, મોહન સીજુ, દીપક પરમાર, તુલસી ગરવા,અનિલ મહેશ્વરી, નરેશ ગરવા, જગદીશ દાફડા, અજય મહેશ્વરી અને બહોળી સંખ્યામાં વારસદારો જોડાયા હતા.  

Panchang

dd