ગાંધીધામ, તા. 19 : અંજારમાં એક શખ્સને બાઈકચાલકે
લિફ્ટ આપતાં આ શખ્સ બાઈકચાલકને છરીના ઘા ઝીંકી
નાસી ગયો હતો. અંજાર નગરપાલિકા કોલોનીમાં રહેનનારા ફરિયાદી મનસુખ જયંતી ગઢવી નામનો
યુવાન સરહદ ડેરીએ ગઈકાલે સાંજે દૂધ ભરાવવા ગયો હતો. બાદમાં દૂધ મંડળીમાંથી રૂા. 36,000 પગાર લઈ ઘરે નીકળ્યો હતો. તે બાઈકથી ગાયત્રી ચાર રસ્તા પાસે
પહોંચ્યો હતો, ત્યારે એકતાનગરમાં રહેનારા
હનીફ રાયમાએ બૂમ પાડી તેને રોકાવ્યો હતો અને તું ઘરે જતો હોય, તો મને પણ લઈને ચાલ તેમ જણાવતા બાઈકચાલકે હા પાડી હતી. બંને એકતાનગર મસ્જિદ
પાસે પહોંચતા યુવાને બાઈક ઊભું રાખ્યું હતું તેવામાં આરોપી હનીફે છરી કાઢી ફરિયાદીને પેટ, ચહેરા, છાતીમાં ઘા ઝીંકી દીધા હતા.ફરિયાદીએ રાડારાડ કરતા
આસપાસના લોકો આવી જતાં આ શખ્સ નાસી ગયો હતો. ફરિયાદીના રૂા. 36,000માંથી રૂા. 15,000 મળ્યા હતા, પરંતુ
બાકીના રૂા. 21000 મળ્યા નહોતા.
પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.