ભુજ, તા 19 : ઇન્ડિયન ઇકોનોમિક્સ એન્ડ એલાઈડ
સાયન્સિસ એસોસિયેશનની છઠ્ઠી વાર્ષિક આંતરરાષ્ટ્રીય પરિષદનો વિધિવત પ્રારંભ થયો છે.
ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગ તથા મુક્તજીવન
સ્વામીબાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ત્રણ દિવસીય પરિષદનો મુખ્ય વિષય
`િવકસિત ભારત 2047' છે. મહિલા કોલેજના ઓડિટોરિયમમાં
યોજાયેલા પ્રારંભિક સત્રમાં ભારતનું આર્થિક
ભવિષ્ય, જ્ઞાનની શક્તિ અને ઝડપથી પરિવર્તિત થતી દુનિયામાં
કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર ચર્ચા કરાઈ હતી.
કચ્છ યુનિવર્સિટીના અગ્રણીઓ, આઈઈએસએના સચિવ પ્રો.આલોક કુમાર,
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પરિષદ સંયોજક ડો. અનિલ ગોર,પ્રો. વિજય વ્યાસે મહાનુભાવોનું સન્માન કર્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી
સંજય પાસવાન, પરિષદ અધ્યક્ષ તુષાર શાહ, ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘ, પ્રો. આલોકકુમાર ચક્રવાલ,
કુલપતિ ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી, અલકનંદા પટેલ,
રોહિત શુક્લ, ડો. ગિરિરાજાસિંહ રાણા, રોબિન ભોમિક, કીર્તિભાઈ વરસાણી, પ્રમાદ નાથજી, કચ્છ યુનિ. કુલપતિ ડો. મોહન પટેલ સહિત
જોડાયા હતા. સ્વાગત ભાષણમાં પરિષદ સંયોજક પ્રો.
વિજય વ્યાસે જણાવ્યું કે, પરિષદની રાષ્ટ્રીય સ્તરે વધતી પ્રાસંગિકતા
સ્પષ્ટપણે દેખાય છે અને નોંધણી કરાવેલા પ્રતિનિધિઓમાંથી 60થી વધુ પ્રતિનિધિ ગુજરાતની બહારથી આવ્યા
છે. IEASAના સચિવ પ્રો. આલોકકુમારે સાત
સ્થાપક સભ્યો સાથે શરૂ થયેલી સંસ્થાની સફર
યાદ કરાવી અને જણાવ્યું કે, આજે એસોસિયેશન પાસે 744 સભ્ય છે. આ પરિષદમાં ત્રણ દિવસ દરમિયાન 127થી વધુ સંશોધન લેખો રજૂ થવાના
છે. સ્થાપક અધ્યક્ષ ડો. ગિરિરાજાસિંહ રાણાએ
સંશોધકોને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, આ પરિષદને પ્રભાવશાળી સંશોધન અને બૌધિક વિકાસનું સાધન બનાવવું જોઈએ. સંજય પાસવાને
ભારતીય મૂલ્યોના વૈશ્વિકરણની જરૂરિયાત જણાવી અને શોધથી બોધના વિચાર પર ભાર મૂક્યો હતો.
સુશિલકુમાર સિંઘએ ડીપીટીના આર્થિક મહત્ત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આ પોર્ટ કચ્છ અને સમગ્ર ગુજરાત માટે વેપાર, ઉદ્યોગ અને
રોજગારનું મુખ્ય કેન્દ્ર છે. પ્રો. આલોકકુમાર ચક્રવાલએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉલ્લેખ
કરતાં જણાવ્યુ કે, કૌશલ્ય વિકાસ, અનુભવ
આધારિત શિક્ષણ અને સર્વાંગી વિકાસ વૈશ્વિક અર્થવ્યવસ્થાની તૈયારી માટે અનિવાર્ય છે.
રોબિન ભોમિકે વિકસિત ભારત 2047ના સપનાની પૂરતી સિદ્ધિ માટે કુશળ માનવસંસાધનને આવ્યા છે. પ્રમાદ
નાથજી (અદાણી ગ્રીન એનર્જી)એ કહ્યું કે, ભવિષ્ય તેઓનું છે જે `શીખી શકે, ભૂલી
શકે અને ફરી શીખી શકે.' રોહિત શુક્લએ શાસ્ત્રીય સંશોધન માટે ખુલ્લી
વિચારસરણી જરૂરી હોવાનું કહ્યું હતું. અલકનંદા
પટેલે `વારસાથી વિકાસ' વિષય પર સંતુલિત દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. પ્રો.
ડો. મોહન પટેલે કચ્છની સ્થિતિ સ્થાપકતા અને વિકાસની સફર પર પ્રકાશ પાડી જણાવ્યું કે,
કચ્છ આજે નવીનતા અને અવસરોથી ભરપૂર ભૂમિ બની ગયું છે. પ્રારંભિક સત્ર
દરમિયાન પરિષદની સ્મૃતિ પુસ્તિકા, ચાર સંશોધન જર્નલ અને પાંચ
નવાં શૈક્ષણિક પુસ્તકનું વિમોચન કરાયું હતું. પ્રો. જી.એમ. ભટ્ટ તથા સંજય પાસવાનને
વિશેષ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પરિષદ અધ્યક્ષ પ્રો. તુષાર શાહે અધ્યક્ષીય ભાષણમાં
આર્થિક સુધારાઓ, સામાજિક પ્રગતિ અને સહયોગી સંશોધનની જરૂરિયાત
પર ભાર મૂક્યો હતો. ડો. અનિલ ગોરે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સંચાલન ડો. કનિષ્ક
શાહે સંભાળ્યું હતું. બીજા સત્રના અધ્યક્ષસ્થાને પ્રો. અશોક મિતલ, પ્રો. સુનિતા ગુપ્તાએ સંભાળ્યું હતું. અર્પણ યાજ્ઞિકે વિકસિત ભારતનું નિર્માણના
વિષય પર વિચારો રજૂ કર્યા હતા. ડો. માર્જાના જોહોલાએ ફિનલેન્ડ અને ભારતના વિકાસ માર્ગોની
તુલનાત્મક ભૂગોળીય દૃષ્ટિ રજૂ કરી હતી. પ્રો. હરીશ પાધ, પ્રો.
એસ.એસ. કલમકરે વિકસિત ભારતની તૈયારી વિશે ચર્ચા કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સત્રમાં
ડો. સૌમ્યા બાલાસુબ્રમણ્યમ, ડો. જોર્ડન જેક્સન, દીપાક્ષીસિંહ જોડાયા હતા.