• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

આદિપુર ગૌમાંસ વેચવાના કેસમાં બે આરોપીને ત્રણ વર્ષની કેદ

ગાંધીધામ, તા. 19 : આદિપુરમાં ગૌમાંસ વેચવાના નવ વર્ષ જૂનાં પ્રકરણમાં પકડાયેલા બે શખ્સને અહીંની કોર્ટે ત્રણ વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો. આદિપુરમાં અનવર ઓસમાણ સમેજા નામનો શખ્સ સ્કૂટર નંબર જીજે-12 એન 3249માં 10 કિલો ગૌમાંસની હેરાફેરી કરતા ઝડપાયો હતો. આ પ્રકરણમાં અન્ય આરોપી સિકંદર ઉર્ફે સિકલો મોહમદ નામનો શખ્સ હાજર મળ્યો ન હતો. આ શખ્સો વિરુદ્ધ આદિપુરના શિવરાજ દેવરાજ ગઢવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બંનેની ધરપકડ કરી તેમની વિરુદ્ધ પુરતા પુરાવા હોવાથી પોલીસે અહીંની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ પ્રકરણમાં સાહેદો અને આધાર પુરાવા ચકાસી ન્યાયાધિશ એમ.બી. પરમારે બંને આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા અને ધી ગુજરાત પશુ સંરક્ષણ ધારાની કલમ પાંચ-છ હેઠળ બંનેને ત્રણ-ત્રણ વર્ષની સજા તથા રૂા. 1000નો દંડ ફટકારી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે ખાસ સરકારી વકીલ રાજકુમાર ટી. લાલચંદાણીએ ઉપસ્થિત રહી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd