• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

રતનાલના કંકેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન

અંજાર, તા. 30 :તાલુકાના રતનાલ ખાતેના પૌરાણિક અને પ્રાકૃતિક કંકેશ્વર મહાદેવ મંદીરમાં ભુજ આર્મીના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું. આ કામગીરીને પુર્વ રાજય મંત્રીએ બીરદાવી હતી. ભુજ આર્મીના મેજર સંજયસિંહના નેતૃત્વમાં 200 જવાનોએ મંદીરના મેદાન અને બાજુમાં આવેલા તળાવની સફાઈ કરવાની કામગીરી કરી હતી. આ દરમ્યાન મંદીરે દર્શન કરવા માટ ઁ આવેલા પુર્વ રાજયમંત્રી વાસણભાઈ આહીરે. આ સફાઈ અભિયાનની કામગીરી નિહાળી તેની સરાહના કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્વચ્છતા અભિયાન મીશન સાર્થક થતું હોવાની લાગણી વ્યકત કરી હતી. શ્રી આહીરે મેજર સંજયસિંહ અને સાથી જવાનો સાથે મુલાકાત કરી હતી અને આર્મીના ચાર માસ્ટર અધિકારીઓને સન્માનીત કરાયા હતાં. અને તમામ સાથી જવાનોને આ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં. આ વેળાએ કંકેશ્વર મહાદેવ મંદીરના પુજારી રાજેશગીરી બાવાજીએ તમામ જવાનોને સન્માનીત કરી તેમની દેશ પ્રત્યેની ભાવનાની સરાહના કરી હતી. આ સફાઈ અભિયાનમાં ભાવિકો અને ગ્રામજનો પણ જોડાયા હતાં. 

Janmadin Vishesh Purti

Panchang