જખૌ (તા. અબડાસા), તા. 27 : અબડાસાના
જખૌ ગામે પૂજ્ય ઓધવરામજી મહાજનના નૂતન મંદિરના ભાવ-પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાલે
28મીથી ઓધવ મહારાસ સાથે પ્રારંભ થશે. ભાનુશાલી
મહાજનની દશ હજાર મહિલાઓ જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ `પૂનારા' પહેરીને
આ મહારાસમાં ભાગ લેશે તૈયારીઓને આજે સાંજે સંપૂર્ણ આખરી ઓપ આપવામાં આવ્યો હતો. અને
સંત પૂ. હરિદાસજી મહારાજનું આજે આગમન થતા સ્વાગત કરાયું હતું. તો 29મીએ સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ
પટેલ આવવાના છે. વિશાળ મેદાનમાં એક સાથે બહેનો આ ઓધવ મહારાસ રમી શકે તે માટેની તમામ
તૈયારીઓ ચાલી રહી છે. દેશ મહાજનના પ્રખુખ દામજીભાઇ ભાનુશાલી અને મંત્રી દિનેશભાઇ ચાન્દ્રાએ
જણાવ્યું હતું કે 29મીએ સવારે રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે. અને
મુખ્યમંત્રીની હાજરીમાં મહોત્સવ યોજાશે આ માટે કાર્યકરો તથા આગેવાનોઅ તૈયારીઓ કરી રહ્યા
છે. સ્થાનિક અગ્રણીઓ પરેશભાઇ ભાનુશાલી તથા ગોવિંદભાઇ ભાનુશાલી, ભરત મેંઘા તેમજ મુંબઇ સ્થિત સેવા સમાજના પ્રમુખ
હર્ષદ મંગે વગેરેની ટીમ મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા,
સાંસદ વિનોદ ચાવડા, કચ્છના તમામ ધારાસભ્યોને સત્કારવાની
વ્યવસ્થા કરી રહ્યા હતા. જખૌ ગામે નૂતત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના ત્રિદિવસીય
સુવર્ણ મહોત્સવના આયોજનના ભાગરૂપે કાલે 28મીએ સવારે ઓધવ જ્યોત રથયાત્રા પ્રવેશ કરશે આ જ જ્યોતમાંથી દીપપ્રાગટય
કરવામાં આવશે. આયોજન અંગેની વિગતો આપતા જખૌ ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી તુલસીભાઈ દામાએ
જણાવ્યું હતું કે, કાલે 28મીએ સાંજે જ4 વાગ્યાથી ઓધવ મહારાસનો પ્રારંભ થશે અને
આ મહારાસ ભાનુશાલી મહાજન માટે ઐતિહાસિક પ્રસંગ બનશે જેમાં જ્ઞાતિની 10 હજાર બેહનો દેશભરમાંથી આવીને
જ્ઞાતિના જૂના સમયના પરંપરાગત પહેરવેશ `પૂતારો' પહેરીને
જ્ઞાતિની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરશે. 29મીએ યોજાનારા યજ્ઞમાં 500 યુગલો એકસાથે આહુતિ આપવાના હોવાથી યજ્ઞશાળા વગેરેના આયોજન માટે
ખીમજીભાઈ ભાનુશાલી, સુરેશભાઈ દામા,
પ્રવીણભાઈ ભાનુશાલી, નુંધાતડ સરપંચ અરવિંદ ભાનુશાલી,
ભજનિક વસંત ભાનુશાલી વગેરે દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર વ્યવસ્થામાં
ઝુરાન જયેશ ભાનુશાલી, ગાંધીધામના સુરેશ મંગે, લખમશી ભાનુશાલી વગેરે જોડાયેલા છે. દરમ્યાન આજે બપોરે રાજકોટથી કચ્છી સંત હરિદાસજી
મહારાજ આવી પહોંચતા જ્ઞાતિજનો દ્વારા આવકારવામાં આવ્યા હતા. તેમની સાથે .. આશ્રમના
ટ્રસ્ટી પઠાઈભાઈ ભાનુશાલી, ભાવેશ મંદા, ગિરીશ ગોરી હાજર રહ્યા હતા.