મેડ્રિડ, તા. 26 : ટોચના ક્રમાંકિત એલેક્ઝાન્ડર
ઝ્વેરેવ અને આર્યના સબાલેન્કાએ શુક્રવારે મેડ્રિડ ઓપનમાં પોતપોતાની પ્રારંભિક મેચોમાં
આસાન વિજય મેળવ્યો હતો. ઝ્વેરેવે રોબર્ટો બૌટિસ્ટા અગુટને 6-2, 6-2થી હરાવ્યો હતો, જ્યારે સાબાલેન્કાએ ક્વોલિફાયર અન્ના બ્લિન્કોવા
સામે 6-3, 6-4થી વિજય મેળવ્યો હતો. 2018 અને 2021માં મેડ્રિડ ચેમ્પિયન, ઝ્વેરેવે તેની જીતનો સિલસિલો છ મેચ સુધી લંબાવ્યો
હતો. ગયા સપ્તાહના અંતે મ્યુનિક ખિતાબ કબજે કર્યા પછી, જર્મન
ખેલાડી વિશ્વમાં નંબર 2 પર પહોંચી
ગયો હતો. ત્રીજા રાઉન્ડમાં ઝ્વેરેવનો સામનો નુનો બોર્ગેસ અથવા અલેજાન્ડ્રો ડેવિડોવિચ
ફોકિના સામે થશે. 2021 અને 2023માં મેડ્રિડ વિજેતા સબાલેન્કાએ
76મી ક્રમાંકિત બ્લિન્કોવાને હરાવી હતી. અનાસ્તાસિયા
પોટાપોવાએ આઠમી ક્રમાંકિત કિનવેન ઝેંગને હરાવી હતી,
જ્યારે 15મી ક્રમાંકિત
અમાન્ડા એનિસિમોવાએ અમેરિકન પેટન સ્ટર્ન્સ સામે 6-2, 2-6,7-5થી હારી ગઈ. છઠ્ઠી ક્રમાંકિત જાસ્મીન પાઓલિનીએ કેટી બોલ્ટરને
6-1, 6-2થી હરાવી. ત્રીજી ક્રમાંકિત
જેસિકા પેગુલાએ ઈવા લાઈસને 6-2, 6-2થી
હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.