• રવિવાર, 27 એપ્રિલ, 2025

મુંબઈ અને લખનઉની નજર પ્લેઓફ ઉપર

નવી દિલ્હી, તા. 26 : હંમેશાંની જેમ શરૂઆતમાં નબળા પ્રદર્શન બાદ શાનદાર વાપસી કરનારી મુંબઈની ટીમ રવિવારે લખનઉ સુપર જાયન્ટસ સામે બપોરે 3.30 વાગ્યાથી ટકરાશે.  મુંબઈની નજર મેચ જીતીને લય જાળવી રાખવા ઉપર રહેશે. જ્યારે લખનઉ ફરીથી ટોપ-4માં જગ્યા બનાવવાના ઇરાદે ઊતરશે. વર્તમાન સમયે બન્ને ટીમના એક સમાન 10 અંક છે. જો કે, મુંબઈની ટીમ સારી રનરેટના આધારે ચોથા અને લખનઉની ટીમ છઠ્ઠા સ્થાને છે. રિષભ પંતની આગેવાનીની લખનઉની  ટીમ મેચ જીતવાની સાથે નેટ રનરેટ સુધારવા ઉપર પણ ધ્યાન આપશે, કારણ કે નેટ રનરેટની ભૂમિકા આગળ જતાં મહત્ત્વની બની શકે છે. લખનઉ માટે  પંતનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધીની નવ મેચમાં માત્ર 106 રન જ કર્યા છે, તેવામાં મુંબઈની મજબૂત બોલિંગ સામે પંતની પરીક્ષા થશે. મુંબઈના મુખ્ય ખેલાડી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ટ્રેંટ બોલ્ટ અને હાર્દિક પંડયા યોગ્ય સમયે ફોર્મમાં પરત ફરી ચૂક્યા છે. રોહિતે ચેન્નાઈ અને હૈદરાબાદ સામે ધમાકેદાર અર્ધસદી સાથે લય મેળવ્યો છે અને વિરોધી ટીમ માટે મોટું જોખમ બની ગયો છે.  લખનઉની વાત કરવામાં આવે તો ટીમ નિકોલસ પુરન, મિશેલ માર્શ અને એડન માર્કરમ ઉપર વધુ પડતી નિર્ભર છે.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd