• સોમવાર, 28 એપ્રિલ, 2025

વાંકીમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં આરાધના વાટિકાનું લોકાર્પણ

માંડવી, તા. 27 : મુંદરા તાલુકાના વાંકીમાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આચાર્ય નાગ-રત્ન-લઘુ-વિનોદ આરાધના વાટિકાનું ઉદ્ઘાટન, વાંકી આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે કરાયું હતું. કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના આચાર્ય નવીનચંદ્રજી મ.સા., માનવમંદિરના પ્રણેતા દિનેશચંદ્રજી મ.સા., કાર્યવાહક તારાચંદમુનિ મ.સા., સુરેશચંદ્રજી મ.સા. દમયંતીબાઈ, વિરમણિબાઈ, ઉજ્વલાબાઈ મહાસતી સહિત 19 સાધુ ભગવંત અને મહાસતીજીઓની નિશ્રામાં દાતાઓના હસ્તે આરાધના વાટિકાનું ઉદ્ઘાટન કરાયું હતું. અમૃતબેન રામજી સોજપાલ કેનિયા (કપાયા), જીતેશભાઈ લાલજી સંગોઈ અને લક્ષ્મીચંદ સંગોઈ (કપાયા) પરિવારો દ્વારા તક્તીનું અનાવરણ કરાયું હતું. કાર્તિકભાઈ અને શિતલબેને મુખ્ય તક્તીનું અનાવરણ કર્યું હતું. ગુરુભવગંતોને કામળી વહોરાવવાનો લાભ હિનાબેન અજીતભાઈ (ભાડિયા), અશોકભાઈ વેલજી ગોગારી (કપાયા) અને સિંહાસન પાટનો લાભ અમૃતબેન રામજી સોજપાલ (કપાયા)એ માતબર ઉછામણીથી લીધો હતો. કચ્છ આઠ કોટિ મોટી પક્ષના મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા (ભુજ), જિનેશભાઈ સંગોઈ,લક્ષ્મીચંદ સંગોઈ અને કેતકીબેન કેનિયાએ પ્રારંભિક પ્રવચનમાં દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સંચાલન વિનોદભાઈ છેડાએ કર્યું હતું. જ્યારે સંઘના પ્રમુખ શૈલેષભાઈ છેડાએ આભારદર્શન કરેલું હતું. વાંકી આઠ કોટિ મોટી પક્ષ મુખ્ય સ્થાનકને અડીને એક હજાર ફૂટની જગ્યામાં નિર્માણ પામેલા આરાધના વાટિકાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંઘોના પદાધિકારીઓ ઉપરાંત માંડવી, ભુજ, કપાયા, પત્રી, છસરા તેમજ મુંબઈથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd