ભુજ, તા. 21 : નગરપાલિકા દ્વારા રાષ્ટ્રપતિને
`એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો પ્રસ્તાવ
રજૂ કરાયો હતો જેને સર્વાનુમતે સમર્થન અપાયું હતું. આજે ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સુધરાઈની ખાસ સામાન્ય
સભામાં પ્રથમ સ્થાનેથી એક રાષ્ટ્ર, એક ચૂંટણીનાં સમર્થનમાં પ્રસ્તાવ
રજૂ કરાયો હતો જેને સર્વાનુમતે સમર્થન અપાયું હતું. આ પ્રસ્તાવનો ઉદ્દેશ લોકસભા અને
દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીને એક સાથે યોજવાનો છે. જેથી સમય, સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસકાર્યોમાં નિરંતર બની
રહે તેવો છે. સભામાં વહીવટી અને આર્થિક દક્ષતા, વિકાસકાર્યોમાં
નિરંતર રજનીતિક સ્થિરતા, મતદાતાઓની જાગૃતિ અને ભાગીદારી,
ચૂંટણી ખર્ચમાં ઘટાડો સહિતના ફાયદાથી ઉપસ્થિતોને અવગત કરાયા હતા. સભા
પ્રારંભે પ્રમુખ રશ્મિબેન સોલંકીએ સૌને આવકાર્યા હતા, પ્રસ્તાવનું
વાંચન નગરસેવિકા બિંદિયાબેન ઠક્કરે કર્યું હતું. ઉ.પ્ર. ઘનશ્યામ ઠક્કર, કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, મુખ્ય અધિકારી અનિલ
જાધવ મંચસ્થ રહ્યા હતા. સત્તાપક્ષ-વિપક્ષના નગરસેવકો ચર્ચામાં જોડાયા હતા. જો કે,
ગત સભામાં પ્રશ્નો સાંભળવામાં ન આવતાં વિપક્ષે સભાનો બહિષ્કાર કર્યો
હતો અને વિપક્ષીનેતા કાસમ સમા, આયસુબેન સમા સહિત સભા સ્થળ બહાર
જ રહ્યા હતા.